પાટણ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય પક્ષી દિનની ઉજવણી સાથે ઊર્જા સંરક્ષણ પર વર્કશોપ યોજાયો

પાટણ
પાટણ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 5 જાન્યુઆરી 2024 ના રોજ રાષ્ટ્રીય પક્ષી દિન ઉજવણી નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ અને પક્ષી સંરક્ષણ પર સાયન્ટિફિક-શો સાથે ઊર્જા સંરક્ષણ પર વર્કશોપ યોજાયો. જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતા એ ભાગ લીધો હતો. નિષ્ણાંત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી ઊર્જા સંરક્ષણ સાથે તેના મહત્વ અને ઊર્જા ના એકમાંથી બીજામાં રૂપાંતર વિશે પવનચક્કી ના માધ્યમથી નિદર્શન કરવામાં આવ્યું હતું.


સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે ઇકોસિસ્ટમમાં નાના કિલકિલાટ ના મૂલ્ય વિશે, પક્ષીઓ ને થઈ રહેલા નુકશાન અને નષ્ટ થઈ રહેલા તેમના રહેઠાણ વિશે જાગૃતિ લાવવા તથા પક્ષીઓ ના મહત્વ ને ઉજાગર કરવા માટે 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ સહભાગીઓએ સાયન્સ સેન્ટરની પાંચ જુદી-જુદી ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદીત થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.