વડગામના ધારેવાડા હાઇવે ઉપર દર્દનાક અકસ્માત : સાસુ તેમજ ગર્ભવતી પુત્રવધુનું અકસ્માતમાં કરૂણ મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના ધારેવાડા હાઇવે ઉપર શુક્રવાર સવારે ટ્રક અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતા સિધ્ધપુર જવા હાઇવે ઉપર ઉભેલી ગર્ભવતી દીકરાની વહુ તેમજ સાસુ નું કરૂણ મોત નિપજતા પંથકમાં હાહાકાર મચી ગયો હતો.ઘટનાને લઈ લોકો ના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા.જોકે અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ નાસી છૂટ્યો હતો.જેને પસવાદળ ગામે લોકોએ ઝડપી પાડી મેથી પાક આપ્યો હતો.

વડગામ તાલુકા ના છાપી નજીક આવેલ ધારેવાડા હાઇવે ઉપર સિધ્ધપુર તરફ થી પુરઝડપે આવતી ટ્રક અચાનક ધારેવાડા ગામ તરફ વળતા પાલનપુર થી અમદાવાદ તરફ જતા પિકઅપ ડાલા ને જોરદાર ટક્કર મારતા ડાલું પલટી મારતા હાઇવે નજીક ઉભેલી સાસુ તેમજ વહુ ઉપર પડતા બન્ને ના કરુણ મોત નિપજ્યા હતા. મૂળ ધારેવાડા ગામ ના વતની સાસુ તેની ગર્ભવતી પુત્રવધુ ને સારવાર માટે સિધ્ધપુર લઈ જવા બસ ની રાહ જોઈ ને ધારેવાડા હાઇવે ઉપર ઉભા હતા. આ સમગ્ર ઘટના ને લઈ લોકો ના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને બન્ને ને ૧૦૮ દ્રારા સિધ્ધપુર સિવિલ માં લઇ ગયા હતા. જોકે અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક ને પુરઝડપે હંકારી ધારેવાડા ગામ તફર ભાગી છુટા લોકો એ પીછો કરી પસવાદળ ગામે ઝડપી પાડી બેદરકાર ટ્રક ચાલક ને મેથીપાક આપતા ટ્રક ચાલક ને ગંભીર ઇજાઓ થતા ઘટના ઉપર પહોંચેલી છાપી પોલીસે બચાવી સારવાર માટે ખસેડાયો હતો. આ સમગ્ર ઘટના ને લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને લઈ મૃતુકના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.