કડીમાં માજી મંત્રીના પુત્ર સહિત 6 ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી

મહેસાણા
મહેસાણા

ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી પણ તેમના પુત્ર, પૌત્રો સહિતના છ ઇસમોએ હુમલો કરી દેતા ચકચાર મચી જવા પામ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી પૂર્વ મંત્રી પોતાના ગામમાં જ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જમીનની વહેંચણી બાબતે પારિવારિક તેમજ પોતાના જ પુત્રો સાથે વિવાદ ચાલી રહ્યો હતો. તે દરમિયાન તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમણે સમાચાર મળ્યા હતા કે, તમારી જમીન તેમના જ ગામનો યુવક ટ્રેક્ટર લઈને ખેડી રહ્યો છે. જેથી પૂર્વ મંત્રી તેમના અન્ય એક દીકરા સાથે બાઈક લઈને તેમના ખેતરમાં ગયા હતા. જ્યાં તેમના જ એકબીજા દીકરા સહિતના છ ઇસમોએ ધોકા લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને ધાક ધમકીઓ પોતાના પિતાને જ આપી ધક્કો મારી જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપતા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રીએ કડી તાલુકાના પોલીસ મથકમાં 6 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.


કડી તાલુકાના ચંદ્રાસણ ગામના વતની અને વર્ષો પહેલા ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી તરીકે રહેલા વયો વૃદ્ધ કરસનજી મગનજી ઠાકોર અત્યારે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. ચંદ્રાસણ ગામની સીમમાં સર્વે નંબર 1048, 1063 અને 1064 વાડી જમીન આવેલી છે અને અલગ અલગ પ્રકારના વાવેતર કરવામાં આવેલા છે. થોડાક સમય અગાઉ માજી મંત્રી કરસનજી ઠાકોરે તેમના પુત્ર ગણપતજીનું નામ ખાતેદાર તરીકે દાખલ કરાવેલું અને જમીનની વહેંચણી કરેલી નથી તેમજ કબજા ભોગવટો પણ કરસનજી ઠાકોરનો છે. ત્યારે ગુરુવારે પોતે પોતાના ઘરે જ હાજર હતા ત્યારે તેમને સમાચાર મળ્યા હતા કે, ઉપરોક્ત વાળી જમીનમાં કુલદીપ રાજેન્દ્ર ઠાકોર ટ્રેક્ટર લઈને આવ્યો છે અને તે તમારી જમીન ખેડી રહ્યો છે. જેવું કહેતા કરસનજી ઠાકોર અને તેમનો પૌત્ર વિજય બાઈક લઈને પોતાની જમીને પહોંચ્યા હતા.જઈને જોયું તો કુલદીપ નામનો યુવક ટ્રેક્ટર લઈને જમીન ખેડી રહ્યો હતોય જેથી કરસનજી ઠાકોરે કહ્યું કે, તું જમીન કેમ ખેડે છે જેવું કહેતા કુલદીપએ કહ્યું કે, હું આ જમીન ખેડીશ તમે આ જમીનની વહેંચણી કરી આપો જેવું કહીને બોલાચાલી અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. કરસનજીએ ગાળો બોલવાની ના પાડતા કુલદીપનું ઉપરાણું લઈને તેમના પુત્ર ગણપતજી, દશરથજી, તેમજ તેમના દીકરાના દીકરાઓ હાથમાં ધોકા અને લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપવા લાગ્યા હતા. જમીનમાં ભાગ પાડી વહેંચણી કરી આપો નહીં તો આ ટ્રેક્ટર ચડાવી તમને જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાબતે કરસનજી ઠાકોરે તેમના અન્ય એક પુત્રને જાણ કરીને કડી તાલુકાના પોલીસ મથકમાં આવી પહોંચ્યા હતા અને 6 વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.