પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે નવા વર્ષથી ચર્તુથવિધ સેવાઓ શરૂ કરવામાં આવી
પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે નવા વર્ષથી ગ્રાહકો માટે નવીન ચર્તુથવિધ સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હોય જે સેવાઓમાં સેવિંગ્સ એકાઉન્ટ સુવિધા ના સમયમાં વધારો, વિદેશ પાસૅલ સુવિધા અને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે વ્હીલચેર સાથે તેઓ માટે ના અલાયદા કાઉન્ટર ની સુવિધાઓ અને આધારકાર્ડ ને લગતી સેવા શરૂ કરવામાં આવી હોવાનું હેડ પોસ્ટ ઓફિસ ના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ મિતેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું.પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત કરાયેલી ત્રિવિધ સુવિધા બાબતેની વિસ્તૃત માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ગ્રાહકો ને સેવિંગ્સ એકાઉન્ટ સુવિધા જે સવારે 10 થી 3 દરમિયાન ઉપલબ્ધ બનતી હતી તે સમય માં નવા વષૅથી વધારો કરી સવારે 8 થી રાત્રે 8 કલાક સુધીનો કરવામાં આવ્યો છે.
સાથે-સાથે વિદેશ પાસૅલ સુવિધા પણ સવારે 10 થી રાત્રે 8 કલાક સુધી કાયૅરત બનાવવામાં આવી છે. તો હેડ પોસ્ટ ઓફિસ માં કામ અર્થે આવતાં વરિષ્ઠ નાગરિકો તેમજ દિવ્યાંગો માટે વ્હીલ ચેરની સુવિધા સાથે તેઓના માટે અલાયદા કાઉન્ટર ની પણ વ્યવસ્થા નવા વર્ષથી ઉપલબ્ધ કરાઈ છે.તો હેડ પોસ્ટ ઓફિસ ખાતે આધારકાર્ડ ને લગતી કામગીરી માટે પણ તમામ સુવિધા કાયૅરત કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે નવા વર્ષથી ઉપલબ્ધ બનાવવામાં આવેલ સેવાઓને લઈને ગ્રાહકોમાં પણ ખુશી જોવા મળી હતી.