સાબરકાંઠામાં નવા વર્ષે 18 PSIની આંતરિક બદલી
સાબરકાંઠા જિલ્લામાં આજે જિલ્લા પોલીસ વડાએ 14 પોલીસ સ્ટેશન સીટી ટ્રાફિક અને SOGમાંથી 18 PSIની બદલીના હુકમો કર્યા છે. દિવાળી પહેલા ASIમાંથી PSI બન્યા બાદ 19 PSIની થોડાં દિવસ પહેલાં જિલ્લામાંથી બદલીના હુકમો બાદ નવા વર્ષે જિલ્લામાં PSIની આંતરિક બદલી કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે આજે જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 18 PSIની આંતરિક બદલીના હુકમો શુક્રવારે કર્યા હતા. તો દિવાળી પહેલા ASIમાંથી PSI તરીકે બે મહિના ફરજ બજાવ્યા બાદ થોડા દિવસ પહેલા 19 PSIની રાજ્ય પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં 14 પોલીસ સ્ટેશન, SOG અને સીટી ટ્રાફિકના PSIની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં હિંમતનગર એ-ડીવીઝન, બી ડીવીઝન, ગાંભોઈ, હિંમતનગર ગ્રામ્ય, તલોદ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, જાદરપ્રાંતિજ પોલીસ સ્ટેશમાં PSIની બદલીઓ કરવામાં આવી છે. તો SOG શાખામાંથી બે PSIને પોલીસ સ્ટેશન મળ્યા છે. તો સીટી ટ્રાફિક PSIની બદલી કરવામાં આવી છે. બે લીવ રીઝવ PSIને પણ પોલીસ સ્ટેશન મળ્યા છે. આમ કૂલ 18 PSIની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.