અમદાવાદના સરદાર પટેલ સ્મારક સહિત દેશભરના સરદાર પટેલ સ્મારક અને તમામ વિજ્ઞાન કેન્દ્રોને ઉડાવી દેવાની ધમકી

ગુજરાત
ગુજરાત

અમદાવાદ ના સરદાર પટેલ સ્મારક સહિત દેશભરના સરદાર પટેલ સ્મારક અને તમામ વિજ્ઞાન કેન્દ્રોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં અમદાવાદ શહેર પોલીસનો કાફલો સ્થળ પર ધસી ગયો છે અને સ્મારકની પૂરી તપાસ કરવામાં આવી રહી છે.વલસાડના ધરમપુર વિજ્ઞાન કેન્દ્રને પણ ધમકી મળી છે . વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચેકિંગ શરુ કરાયું છે.પ્રાપ્ત માહિતી મુજબ દેશભરના સરદાર પટેલ સ્મારક સહિત અમદાવાદના સરદાર પટેલ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યો ઇમેઇલ મળતાં અમદાવાદ પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. હાલ મોટી સંખ્યામાં પોલીસ કાફલો સરદાર પટેલ સ્મારક પહોંચ્યો છે અને બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડની સમગ્ર સ્મારકની તપાસ કરાઇ રહી છે.


બીજી તરફ ઇમેઇલ મારફતે કોણે ધમકી આપી છે તેની પણ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઇમેઇલના પગલે સમગ્ર શહેરની પોલીસ એલર્ટ બની ગઇ છે. ધમકી મળી તે સમયે સરદાર પટેલ સ્મારકમાં એક સ્કુલનો કાર્યક્રમ ચાલું હતો. બોમ્બ અને ડોગ સ્કવોર્ડની 3 ટીમો દ્વારા અમદાવાદમાં તપાસ કરાઇ રહી છે તો સાથે સાથે દેશભરમાં જ્યાં પણ ધમકી અપાઇ છે ત્યાં પણ ઉંડી તપાસ કરાઇ રહી છે. બોમ્બની ધમકી મળતાં દેશભરની પોલીસને એલર્ટ કરી દેવાઇ છે. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા પણ આ પ્રકારે ધમકી આપવામાં આવી હતી જેમાં મુંબઇ પોલીસે વડોદરાથી 3 યુવકોની ધરપકડ કરી હતી. વારંવાર આ પ્રકારની ધમકીભર્યા ઇમેઇલ આવતાં સાયબર ક્રાઇમની ટીમોને પણ એલર્ટ કરી દેવાિ છે. આ ધમકી કોણે આપી તે દિશામાં પણ ઉંડી તપાસ કરાઇ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.