કન્યા સાક્ષરતા નિવાસી શાળા ગઢ મહુડીની દીકરીઓએ વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર માંકડીની મુલાકાત લીધી

બનાસકાંઠા
બનાસકાંઠા

કન્યા સાક્ષરતા નિવાસી શાળા, ગઢ મહુડીની દીકરીઓએ વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર માંકડીની આજે મુલાકાત લીધી હતી. પીએમ શ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા, ગઢ મહુડીની ધોરણ 6થી 8ની 180 જેટલી દીકરીઓએ થીમ ઓફ ટવિનીંગ અંતર્ગત રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડીની મુલાકાત લીધી હતી. શાળાના શિક્ષક મહેશ ચૌધરીએ તમામ દીકરીઓને વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની મુલાકાત કરાવી હતી તથા વિજ્ઞાનની વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી.


દીકરીઓને પેપર કટિંગ દ્વારા રોકેટ બનાવતા અને માનવ શરીરના વિવિધ અંગોની સમજ તેમજ ગાણિતિક કોયડાઓની પણ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. વિવિધ રમતો અને બાળગીત પણ કરાવવામાં આવ્યા હતા. વિજેતા દીકરીઓને શાળાના આચાર્ય ડો.રાકેશ પ્રજાપતિ એ પ્રોત્સાહક ઇનામ પણ આપ્યા હતા. શાળા તરફથી તમામ દીકરીઓ તથા સ્ટાફને અલ્પાહાર પણ આપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.