મોડાસાના હજીરા વિસ્તારમાં આવેલા શોરૂમમાં આગ લાગતા તમામ મોટરસાયકલ આગની લપેટમાં

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ રહેણાંક હોય, વેપારી સ્થળ હોય કે ઔદ્યોગિક એકમ વીજ કનેક્શનમાં કોઈ ખામી સર્જાવાના કારણે ક્યારેક શોર્ટ સર્કિટના લિધે આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના મોડાસા ખાતે બનવા પામી છે.

મોડાસાના હજીરા વિસ્તારમાં આવેલા બજાજ મોટરસાયકલના શોરૂમમાં ગત મોડી રાત્રે એકાએક આગની ઘટના સામે આવી હતી. રાત્રિ દરમિયાન બજાજ શોરૂમમાં કોઈ અગમ્ય કારણોસર આગની જ્વાળાઓ અને ધુમાડા જોવા મળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોએ માલિકને જાણ કરી અને મોડાસા ફાયર વિભાગને પણ જાણ કરતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયરની 3 ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે શોરુમમાં કેટલી મોટરસાયકલ, મોપેડ હતી એ હજુ ચોક્કસ જાણી શકાયું નથી, પરંતુ સંપૂર્ણ શોરૂમ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો અને શોરૂમ માલિકને લાખોનું નુકસાન થવા પામ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.