વલસાડના કોલેજ રોડ પર રિક્ષાચાલક અને બાઈક સવાર વચ્ચે કોઈ કારણોસર બબાલ સર્જાઈ

ગુજરાત
ગુજરાત

વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલા M2 મોલ પાસે એક રિક્ષાચાલક અને બાઈક સવાર વચ્ચે કોઈ કારણસર ઝપાઝપી સર્જાઈ હતી. જો કે, રાહદારીઓએ વચ્ચે પડી મામલો શાંત પાડી દીધો હતો. આ ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું સામે આવ્યું છે.વલસાડ શહેરના તિથલ રોડ ઉપર પસાર થતી એક રીક્ષાના ચાલક અને બાઈકના ચાલક વચ્ચે કોઈક કારણોસર ઝઘડો થયો હતો.ઉગ્ર બોલાચાલી થયા બાદ ઝપાઝપી થતા અન્ય વાહનચાલકોએ મધ્યસ્થી કરી મામલો શાંત પાડતા જોવા મળ્યા હતા.


રીક્ષા ચાલક અને બાઈક ચાલક વચ્ચે ઝપાઝપીની ઘટના અંગે સીટી PI ભાવિક જીતયાને પૂછતાં ઘટનાનો વીડિયો વાયરલ થતા તકેદારીના ભાગરૂપે રીક્ષા ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.સવારે બનેલી ઘટના બાદ સાંજ સુધીમાં કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.