ડીસામાં હોમગાર્ડ જવાનોને CPR તાલીમ બધ્ધ કરાયા : ઇમરજન્સીમાં હોમગાર્ડ પણ લાઈફ ગાર્ડ બનશે

બનાસકાંઠા
બનાસકાંઠા

દરેક ઘરમાં એક જીવન રક્ષક હેતુ અંતર્ગત ડીસામાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને COLS ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી. જેમાં ડમી પર CPR કેવી રીતે આપી શકાય તે અંગે વિસ્તૃત જાણકારી તેમજ રૂબરૂ તાલીમ આપવામાં આવી હતી.જીવનમાં અણધારી આવેલ આફત વખતે દરમિયાન જીવન રક્ષક બનાવવાની તાલીમ ક્યારેક કોઈનું અમૂલ્ય જીવન બચાવી શકે છે. તે અંતર્ગત ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસીયા તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડીસા બ્રાન્ચ દ્વારા CPR(COLS)ની માહિતી અને માર્ગદર્શનનુ ડમી પર તાલીમનું આયોજન આઈ.એમ.એ ભવન ડીસા ખાતે કરવામાં આવ્યું હતું. જેમા 340 જેટલા હોમગાર્ડ જવાનોએ તાલીમ મેળવી હતી.

આ બાબતે ઇન્ડિયન સોસાયટી ઓફ અનેસ્થેશિયોલોજિસ્ટ એસોસિએશન ડીસાના સેક્રેટરી ડૉ. દીપક પરમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં 640 હોમગાર્ડ જવાનોને તાલીમ બંધ કરાયા છે. જેથી ઇમરજન્સી ના સમયમાં લોકોનો જીવ બચાવી શકાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.