પાટણના ટેલિફોન એક્સ ચેન્જ વિસ્તારમાં ચોકઅપ બનેલી ભૂગર્ભ ગટર લાઈનની સફાઈ પ્લાસ્ટીકના ડુચા નિકળ્યા

પાટણ
પાટણ

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ ભૂગર્ભ ગટર ની સેવા નો શહેરના કેટલાક વિસ્તારના નગરજનો દ્વારા બિનજરૂરી કચરો નિકાલ કરવા માટે કરતાં હોવાના કારણે અવારનવાર ભૂગર્ભ ગટર લાઈનો ચોક અપ બનવાની સમસ્યાઓ સજૉતી હોય છે.ગુરૂવારે શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પરની મિનળપાકૅ સોસાયટી સહિત ની આજુબાજુ ની સોસાયટી ની ભૂગર્ભ ગટર લાઈન ચોક અપ બનવાની સમસ્યા ઉભી થતાં વિસ્તાર ના રહિશો દ્વારા પાટણ નગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન પ્રવિણાબેન મુકેશભાઈ પ્રજાપતિને કરતાં તેઓએ તાત્કાલિક ભૂગર્ભ ગટર શાખાના કમૅચારીઓને સ્થળ પર બોલાવી ભૂગર્ભ ગટર લાઈન ની ચોક અપ ની કામગીરી શરૂ કરાવતાં ભૂગર્ભ ગટર માથી પ્લાસ્ટિક ના ડુચા અને અન્ય બિનજરૂરી ચીજવસ્તુઓ નિકળતા ચોક અપ બનેલી લાઈન ખુલ્લી થવા પામી હતી.


ભૂગર્ભ ગટર માથી બિનજરૂરી ચિજ વસ્તુઓ નિકળવાની ધટના ને લઇ ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન પ્રવિણાબેન પ્રજાપતિએ વિસ્તારના રહિશો ને સુચના આપી બિનજરૂરી ચીજવસ્તુઓ નો ભૂગર્ભ ગટર મા નિકાલ નહિ કરવા અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.