પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પારદર્શક વહીવટ સાથે પેપરલેશ યુનિવર્સિટી બનાવવા સોફ્ટવેર બનાવ્યું

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો સંપૂર્ણ વહીવટ પારદર્શક અને પેપરલેશ બનાવવા માટે નવા વર્ષમાં ERP સિસ્ટમ (સોફ્ટવેર) કાર્યરત કરાનાર છે. સિસ્ટમ અમલીકરણ અંતર્ગત કોલેજોને પાસવર્ડ અને લોગીન આઇડી આપ્યા છે. ERP સિસ્ટમ કાર્યરત થતાં વિદ્યાર્થીઓ, કોલેજો કે અધ્યાપકોને વહીવટી ભવનમાં કામ અર્થે આવવાની જરૂર રહેશે નહીં. ઓનલાઈન જ કામ કરી શકે માટે કોલેજોને આઈડી અને પાસવર્ડ અપાઈ રહ્યા છે. તો સાથે યુનિવર્સિટી ની ફાઇલ સિસ્ટમ ને પણ ઓનલાઇન પક્રિયા થી શરૂ સોફ્ટવેર બનાવ્યું છે.યુનિ.માં પ્રવેશ લેનાર વિદ્યાર્થી અને ફરજ બજાવતા કર્મચારી તમામનો ડેટા સાથેની આઈડી બનશે. આ આઈડી પ્રોફાઈલમાં તેમનું નામ અને તેમની વિગતો હશે. તેમની પાસે આ એકાઉન્ટનું આઈડી અને પાસવર્ડ હશે. કર્મચારીઓની રજા રિપોર્ટથી સુધીની કામગીરી ઓનલાઈન થશે. વિદ્યાર્થીઓ કંઈ કોલેજમાં અને ક્યાં વિષયમાં અભ્યાસ કરે છે જે માહિતી એકાઉન્ટમાં હશે.


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી રજીસ્ટાર ડો. કે. કે. પટેલ જણાવ્યું હતું.કે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા અત્યારે જે ફાઇલ સિસ્ટમ છે. તેની અંદરનોટિગ ઓનલાઇન પક્રિયા થી શરૂ થાય અને ઓનલાઈન નોટિગ થાય જેમાં નોંધ પણ ઓનલાઇન થાય અને નોંધ ને લાગતા ડોક્યુમેન્ટ પણ ઓનલાઇન થાય અને ત્યાર બાદ જે અલગ અલગ જગ્યાએ એપ્રિવલ કરવાની છે તે પણ ઓનલાઇન થાય અને સમય મારિયાદમાં ફાઇલનો નિકાલ થાય એ માટે સોફ્ટવેર બનાવમાં આવ્યું છે.સાથે તમામ કર્મચારીઓ માટે સીએલ ,ડી એલ સહિત અન્ય રજાઓ નું પણ ઓનલાઇન એપ્લિકેશન કરવાની પદ્ધતિ છે. જે પણ તૈયાર થઈ ગયું છે.અને ટુક સમય માં લોન્ચ થશે.તમામ કર્મચારીઓ સી એલ. ડી એલ સહિત ની કેટલી રજા જમા છે.તમામ વસ્તુ ઓનલાઈન જોઈ શકશે.અને રજા ની એપ્લિકેશન પણ આ એપ્લિકેશન માં કરી શકશે.એટલે ઓનલાઈન એપ્રુવ થશે.એમ પેપર લેસ યુનિ થાય એ પ્રકાર નું પગલું ભરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.