પાટણમાં સર લૂઈ બેઈલ જન્મજંયતિ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો

પાટણ
પાટણ

બી.આર.સી ભવન સરસ્વતી, પાટણના જિલ્લાના ઉપક્રમે ચોરમારપુરા અંબાજી મંદિર ખાતે સરસ્વતી તાલુકા અને કલલ્સ્ટર કક્ષાના અંધ, અપંગ, મંદબુધ્ધિતા તેમજ બહેરા મૂંગા જેવી દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને “અંધજનોનાં મસીહા સર લૂઈ બ્રેઈલની જન્મ જયંતિ” નિમિત્તે દાતાના હસ્તે સ્વેટર વિતરણ કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.બી. ચાવડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે કે.કે. રણાવાસિયા મામતલતદાર સરસ્વતી, એમ. બી. મકવાણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સરસ્વતી, રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી, દિલિપભાઈ નાયી બી.આર.સી કો.ઓર્ડિનેટર સરસ્વતી, કનુભાઈ પરમાર પ્રમુખ અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ કાર્યક્રમમાં હજાર રહી પ્રેરણા અને માર્ગદર્શન અપાયું હતું.


સ્વેટરના દાતા પટેલ શંકરભાઈ વિરચંદદાસ ગામ-કુવારા સરસ્વતી તાલુકાના તમામ દિવ્યાંગ બાળકોને સ્વેટર આપવામાં આવેલ. ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે તમામ બાળકોને સ્વેટર આપવામાં આવ્યું તથા લૂઈ બ્રેઈલ જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી જેમાં મહાનુભાવો દ્વારા બાળકોને કેક ખવડાવવામાં આવી હતી.ભોજન દાતા દિનેશભાઈ દેસાઈ સી.આર.સી કો.ઓર્ડિનેટર કોઈટા, કેક દાતા સ્પેશિયલ શિક્ષકો – સરસ્વતી તાલુકો, કાર્યક્રમ સહયોગી દાતા અષ્ટાવ્રક વિકલાંગ વિકાસ ટ્રસ્ટ, પાટણ તથા તમામ સી.આર.સી. દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતે જહેમત ઉઠાવવામાં આવી હતી. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી આકાશ દ્વારા બ્રેલ લિપિ ના માધ્યમથી પોતાનો પરિચય વાંચન કરવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત સૌએ તાળીના ગડગડાટથી બાળકની શક્તિને વધાવી હતી તથા અન્ય દિવ્યાંગ બાળકોએ પોતાની પ્રતિભા અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભાટસણ પ્રાથમિક શાળાના શિક્ષક નિલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.