તળાવમાં કુદી પડી બૈતાન થેમ પુષ્પરાની

રસમાધુરી
રસમાધુરી

ભારતનું પૂર્વોત્તર રાજય મણિપુર તેની રંગબેરંગી સંસ્કૃતિ, મણિપુરી, શાસ્ત્રીય નૃત્ય, રાધાકૃષ્ણ હોલિકા ઉત્સવ અને દેશના સૌથી મોટા મહિલા બજાર માટે જાણીતું છે.આ બજારમાં ફકત સ્ત્રીઓ જ કપડાં, શાકભાજી વગેરે વેચે છે.
મણિપુરની રાજધાની ઈમ્ફાલ છે. ઈમ્ફાલનો અર્થ છે યુમ એટલે કે ઘર અને ફાલ એટલે બનાવવું, અર્થાત પાણી ઓસરી ગયા પછી અહીં ઘર બનેલું એની માન્યતા છે. સમુદ્રની સપાટીથી ૭૦પ મીટર ઊંચાઈએ આવેલ ઈમ્ફાલ નગર ૧૭,૪૪ વર્ગ કિ.મી.માં ફેલાયેલું છે. તેના સીમાડા નજીકનો જિલ્લો છે થાઉબલ.થાઉબલમાં તે દિવસે સવારથી વાતાવરણ સ્વચ્છ હતું. રવિવારનો દિવસ હોવાને કારણે કોઈ ઉતાવળ ન હતી. લોકો આરામથી સુઈને ઉઠયા હતા. રોજના જેવી ઉતાવળ નહોતી. મમ્મી-પપ્પાને ઓફિસે જવાનું નહોતું કે નાનાં બાળકોને શાળાએ જવાનું નહોતું તેથી બધાં નિરાંતે ઉઠયા હતા. જરા મોડે પણ હવે કામકાજ શરૂ થઈ ગયા હતા. અઠવાડીયે આવનાર રવિવારની રજાની મોટેરાંઓ અને બાળકો બધાં રાહ જાેતાં આખા દિવસમાં તેઓ પોતાનો રમવાનો સમય કાઢી લેતાં.
ખાસ કરીને તે પછીનાં રવિવારે સ્થાનિક કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન થનાર હતું. તેમાં જુનીયર અને સીનીયર કક્ષાએ ઘણી ટીમો ભાગ લઈ રહી હતી. બાળકોને આ સ્થાનિક સ્પર્ધાઓમાં એક મોટો સમુહની સામે પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો મળી જતો. તેથી બાળકો ખુબ ઉત્સાહપુર્વક તેમાં ભાગ લેતાં હતા. કોણ જાણે કયારે કોઈ ઝવેરીની પારખી નજર એ વગર ઘડાયેલા કોલસા પર પડે અને તેને પહેલ પાડી હીરો બનાવી દે. આ ટુર્નામેન્ટમાં પુષ્પરાનીનો ભાઈ જીવનસિંહ ભાગ લેનાર હતો. મુખ્ય કાર્યક્રમની તારીખ નજીકમાં હતી. તેથી તેને સવારથી જ પ્રેકટીસ મેચ રમવા જવાનું હતું. રાત્રે આગલા દિવસની કલ્પનાઓમાં ખોવાયેલો જીવનસિંહ મોડે સુધી જાગતો રહ્યો હતો. તેથી સવારે તેની આંખ ખુલી ત્યારે મિત્રોના અવાજ સંભળાતા હતા. આંખો ચોળતાં એ ઉઠયો ત્યારે જાેયું તો બહાર અજવાળું થઈ ગયું હતું.ઝટપટ ઊઠીને તેણે મિત્રોને બસ પાંચ મીનીટ રાહ જાેવા કહ્યું, અને પાંચ મીનીટ પછી એના વાયદા મુજબ ટોળીમાં આવી ગયો હતો. માએ પાછળથી બુમ પાડીને પુછયું પણ ખરૂં. અરે ! કયાં જાય છે ? કંઈક નાસ્તો કરતો જા..પરંતુ જીવનસિંહ તો ગયો ને ગયો.. મા પાછળ બુમો પાડતી રહી. ‘જુઓને રમત પાછળ કેવો ગાંડો છે, ખાવા પીવાનું કંઈ જ ભાન જ નથી. પુષ્પરાનીએ કહ્યું, ‘મા ભાઈની ટુર્નામેન્ટ નજીક આવી રહી છે.. તેને પ્રેકટીસ કરવાની છે. પ્રેકટીસ નહીં કરે તો જીતશે કઈ રીતે ? અરે, એ તો બરાબર પણ થોડું કંઈ ખાઈને ગયો હોત તો ? મા કંઈને કંઈ બબડતી રહી.પુષ્પરાનીએ તેની આગળની વાતો તરફ ધ્યાન આપ્યું નહીં. તેને ખબર હતી કે, આ બધું મા તેના પુત્ર પ્રેમને લીધે કહી રહી છે.. તેને બરાબર યાદ છે મા તે દિવસે કેટલી ખુશ થયેલી.જ્યારે આજથી ચાર વર્ષ પહેલાં ‘દક્ષિણ-પૂર્વ સાંસ્કૃતિક સંગઠન’ ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તે પોતાની સ્કૂલ ‘બાળ વિદ્યામંદિર’ તરફથી ભાગ લઈને જુનિયર વર્ગમાં બીજા ક્રમે જીતેલી અને એ જ વર્ષે ‘પીપલ્સ વેલફેર ઓર્ગેનાઈઝેશન’ દ્વારા આઠમી વાર્ષિક રમતગમત સ્પર્ધા યોજાયેલ. તેમાં તેણે મ્યુઝિકલ ચેર સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલો. માએ તેને ગળે વળગાડીને ખુબ પ્રેમ કરેલો. માએ તે દિવસે કહ્યું, એક દિવસ તું જરૂર અમારૂં નામ રોશન કરીશ.’ તે માના હૃદયની ભાવના જાણતી હતી.
ધીરે ધીરે દિવસ નીકળતો ગયો ઘરના બધા સભ્યો પોત પોતાના કામે લાગી ગયા. માએ રસોઈ કરી તે દરમિયાન પુષ્પરાનીએ સ્કૂલમાં આપવામાં આવેલું ઘરકામ પુરૂં કર્યું. આ સમયે તે દસ વર્ષની હતી અને છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. એક પછી એક ઘરનાં બધાં સભ્યોએ રાહ જાેતાં જાેતાં ખાવાનું ખાઈ લીધું. પણ જીવનસિંહ હજુ રમીને ઘેર આવ્યો નહોતો. માએ ફરી કહ્યું, જાેયું ને આ છોકરાને કંઈ ખબર પડે છે અગિયાર વાગી ગયા. ખાધાપીધા વગરનો સવારથી નીકળ્યો છે કયારે આવશે, કયારે ખાશે, વળી એ પણ કયાં રમે છે, નહીંતર બોલાવડાવી પણ લઈએ. કંઈ કહીને પણ જતો નથી. અરે ! પુષ્પરાની જરા જાેજે.. જીવન કયાં છે ?ખાવાનું ખાધા પછી પુષ્પરાની પોતે પણ બહાર નીકળવાનું વિચારતી હતી. મા એક વાર બોલ બોલ કરવાનું ચાલુ કરી દે પછી તેને ચુપ કરાવવી મુશ્કેલ હોય છે. તેણે મોટા અવાજે કહ્યું, ‘મા હું જાઉં છું, જાેઉં છું ભાઈ કયાં છે ?’ એમ કહી બહાર નીકળી ચાલવા લાગી. તેને અંદાજ હતો કે મોટા ભાગે રવિવારે શેરીના છોકરાઓ બજારની નજીકની જગાનો રમતના મેદાન તરીકે ઉપયોગ કરે છે પરંતુ જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે ત્યાં કોઈ મેચ ચાલતી ન હતી. હા તેમના પડોશના અમુક બાળકો અન્યવતી, ગુનીચા અને જાેનસનસિંહને તેણે રમતા જાેયા.
તેણે તેમને પુછયું, તો તેમણે કહ્યું, ‘જીવન કદાચ ગામની નજીકના મેદાનમાં હશે આવો ચાલો જઈએ..’ કહેતાં પુષ્પરાની ચાલવા લાગી.પેલા પણ તેની સાથે ચાલી નીકળ્યા. અરસપરસ વાતો કરતાં કરતાં તેઓ જતા હતાં. ગામના તળાવની પાસે એ લોકો પહોંચ્યા તળાવ ઘણું મોટું હતું. લગભગ પચાસ ફુટ લાંબુ અને પાંત્રીસ ફુટ પહોળું અને દશ ફુટ જેટલું ઊંડુ તળાવ હવે આ બધાંની નજર સામે હતું.અચાનક સત્યવતી, ગુનીચા અને જાેનસનસિંહને સામે તળાવના ઉત્તર તરફના છેડે કંઈક ગડથોલા ખાતું દેખાયું. ધ્યાનથી તેમણે જાેયું, તે બે વર્ષનો છોકરો રોહીતસિંહ હતો. તેને તળાવમાં પડતી જાેઈને ત્રણે ચોંકી ગયાં. ત્રણે જાેરથી બુમ પાડી, ‘અરે ! દોડો.. દોડો… એક છોકરો ડુબે છે એ ત્રણેને તરતાં આવડતું ન હતું અને કદાચ થોડું ઘણું આવડતું હોય તો પણ એ છોકરો પંદર ફુટ દુર હતો. તેથી તેમની હિંમત ન ચાલી કે આટલા ઉંડા તળાવમાં કુદી પડે.
ઘણી વિષમ સ્થિતિ હતી પણ જયાં પુષ્પરાનીના કાને અવાજ પડયો ત્યાં એ તળાવની તરફ દોડી. તેણે એક ક્ષણમાં પોતાનું શું કર્તવ્ય છે તે નક્કી કરી લીધું. તેણે તરણમાં અનેક સ્પર્ધાઓ જીતી હતી. આજે તેને એમ લાગ્યું કે, આજે તેની ખરી પરીક્ષા છે. તેણે વિચાર્યું કે ગમે તે થાય છોકરાને ડુબવા દેવો નથી. ગમે તે રીતે તેનો જીવ બચાવો છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.