ઊંઝા બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ ઉપર મહેસાણા LCBએ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા LCB ટીમ દ્વારા અલગ અલગ ટિમો બનાવી જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરી પ્રોહીબિશનની પ્રવૃત્તિ આચરતા ઈસમો, લિસ્ટેડ બુટલેગરો ઉપર વોચ રાખી બાતમી આધારે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે મામલે એલસીબી ટીમે બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂ ભરેલી એક આઇસર ટ્રકને ઝડપી લીધી હતી.


મહેસાણા LCB ટીમના માણસો ઊંઝા પંથકમાં પેટ્રોલિંગ પર હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ટ્રકમાં વિદેશી દારૂ ભરીને ચાલક પાલનપુર, સિદ્ધપુર થઈ ઊંઝા આવી રહ્યો છે. સમગ્ર મામલે એલસીબી ટીમે બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી ટ્રક આવતા જ પોલીસે ટ્રક ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી નાના રામ મોહનરામ મેઘવાલ થતા ગોપારામ ભવરામ મેઘવાલને ઝડપી લીધા હતા. સમગ્ર કેસમાં પોલીસે 1,44,330નો વિદેશી દારૂ થતા ટ્રક કિંમત 20 લાખ થતા બે મોબાઈલ કિંમત 10 હજાર, રોકડા 3500, મળી કુલ 21,57,830 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.