અમદાવાદની ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી યુવકે એનલાઈન ઓર્ડર કરેલ પંજાબી થાળીના મુખવાસમાંથી ઇયળ નીકળી

ગુજરાત
ગુજરાત

અમદાવાદની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વંદા અને ઇયળો જેવા જીવજંતુઓ નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. દિન-પ્રતિદિન આવા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરના સરખેજ વિસ્તારમાં રહેતા એક યુવકે ઓનલાઇન ફૂડ એપ પરથી પ્રહલાદનગર ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી પંજાબી થાળીમાં મુખવાસની પડીકી ખોલતા તેમાંથી ઇયળ નીકળી હતી. સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પણ વાઇરલ કરવામાં આવ્યો છે. આ મામલે તેઓએ ઓનેસ્ટ અને કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે.

મુખવાસનું પેકેટ ખોલતાં ઇયળ નીકળી
મળતી માહિતી મુજબ સરખેજ વિસ્તારમાં રહેતા કુલદીપ ચૌહાણ નામના યુવકે ઓનલાઇન ફૂડ એપ ઉપરથી પંજાબી થાળીનો ઓર્ડર કર્યો હતો. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી પંજાબી થાળી મંગાવી હતી. ઓનેસ્ટમાંથી આવેલા ભોજનમાં સાથે મુખવાસનું પેકેટ પણ આવ્યું હતું. નવા ઓનલાઈન ફૂડમાંથી જીવજંતુ કે અન્ય ચીજ-વસ્તુઓ નીકળવાની ઘટનાના પગલે તેઓએ પહેલા ભોજન ચેક કર્યું હતું. ત્યારે મુખવાસનું પેકેટ ખોલતાં તેમાંથી ઇયળ નીકળી હતી. આ મામલે તેઓએ ઓનેસ્ટ રેસ્ટોરન્ટનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી.

યુવકે મુખવાસમાંથી ઇયળ નીકળ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. ઓનલાઇન એપ પરથી જે ફૂડ મંગાવવામાં આવે છે, તેમાંથી ઇયળ સહિતની જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ વધી છે. પીઝા, પાસ્તા હોય કે રેસ્ટોરન્ટના પંજાબી શાક હોય દરેક જગ્યાએ ખાવાની ચીજ- વસ્તુઓમાંથી કોઈક ને કોઈક વસ્તુ નીકળે છે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, રેસ્ટોરન્ટના માલિકો દ્વારા ગ્રાહકના સ્વાસ્થ્યને લઈ ક્વોલિટી પર ધ્યાન આપવામાં આવતું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.