આંબલિયાસણ સ્ટેશનથી હાઇવેને જોડતા રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે લોકો ઈજાગ્રસ્ત

મહેસાણા
મહેસાણા

મહેસાણા તાલુકાના આંબલીયાસણ સ્ટેશનથી હાઇવે તરફ જતા રેલવે ઓવરબ્રિજ પર આજે ગાડી અને બાઈક સામસામે ટકરાયા હતા.જેમાં બાઈક પર સવાર બે યુવકો રોડ પર પટકાતા બને યુવાનો લોહીલુહાણ હાલતમાં બન્યા હતા.સમગ્ર ઘટના પગલે બને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.આંબલિયાસણ સ્ટેશનથી હાઇવે ને જોડતા રેલ્વે પરના ઓવરબ્રિજ પર આજે એક કાર હાઇવે તરફ જઈ રહી ત્યારે નિરમા ગોડાઉનમાંથી સ્ટેશન બજાર તરફ આવી રહેલ બાઈક પર સવાર બે યુવકો બ્રિજ ચઢી રહ્યા હતા ત્યારે એકાએક કાર અને બાઈક સામસામે અથડાતાં બાઈક પર સવાર નિરમા ગોડાઉનમાં રહેતા બે યુવકો રોડ પર પટકાયા હતા.


સમગ્ર ઘટના પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા.અને બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.સમગ્ર ઘટનામાં મળતી માહિતી પ્રમાણે ઇજા પામેલા ઠાકોર નીલેશજી બચુજી અને પગી ગણપતભાઇ મફતભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108 મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખાતે લઈ જવા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે અકસ્માત બાબતે કોઈ ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી નથી બીજી તરફ પોલીસ દ્વારા આ મામલે હોસ્પિટલ જઈને યુવકોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.