મહેસાણા તાલુકામાં આવેલા પાંચોટ ખાતે રમતગમત સંકુલમાં આજથી પ્રારંભ

મહેસાણા
મહેસાણા

મહેસાણા તાલુકામાં આવેલા પાંચોટ ખાતે આવેલા રમતગમત સંકુલમાં આજે 67માં રાષ્ટ્રીય શાળા રમોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં આજથી 7 જાન્યુઆરી સુધી અંડર 19 છોકરાઓ ની વોલીબોલ રમતમાં 29 રાજ્યોના 348 ખિલાડીઓ ભાગ લીધો છે.સમગ્ર કાર્યક્રમનું આજ ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં દેશના અલગ અલગ રાજ્યના ખેલાડીઓ જોડાયા હતા

67 મા નેશનલ સ્કુલ ગેમ્સ વોલીબોલ રમોત્સવમાં વિવિધ રાજ્યો જેવા પ્રદેશ,બિહાર,સી.બી.એસ.ઇ,ચંડીગઢ,છત્તીસગઢ,દિલ્લી,હરીયાણા,મહારાષ્ટ્રા,એન.વી.એસ,ઓરીસ્સા,પાંડીચરી,ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ,વિધાભારતી,હિમાચલ પ્રદેશ, આઇ.બી.એસ.સી,જમ્મુ કાશ્મીર,ઝારખંડ,કર્ણાટકા,કેરાલા,લક્ષદ્રીપ,પંજાબ,રાજસ્થાન, તામીલનાડુ,તેલાંગણા,સી.આઇ.એસ.સી ગુજરાત સહિતની ટીમોના ખેલાડીઓ ભાગ લેનાર છે.સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજીત 67 મા નેશનલ સ્કૂલ ગેમ્સ વોલીબોલ અંડર 19 છોકરાઓની સ્પર્ધા યોજાનાર છે.દેશભરમાંથી 20 થી વધુ ટીમો ભાગ લઇ રહી છે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાને 67 મા નેશનલ સ્કૂલ ગેમના આયોજનું સૌભાગ્ય મળ્યું છે. મહેસાણા જિલ્લો પ્રધાનમંત્રીના વતનનો જિલ્લો છે. દેશના પ્રધાનમંત્રીનું સ્વપ્ન યુવા વિકાસનું રહ્યું છે. દેશનો યુવાનો દુનિયામાં રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે સરકારે અનેક દિશામાં કામ કરે છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.