રતનપુર ગામે ચાલી રહેલી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં માનવ મહેરામણ ઉમટ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરનાં રતનપુર ગામે પરથીભાઇ ભટોળનાં બે પુત્રોએ માતાપિતાનું ઋણ ચૂકવવા અને યુવાનોમાં માતાપિતાની સેવાનો ભાવ જગાડવા માટે પ્રેરણા મળે તે માટે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજી જીવન પર્વની ઉજવણી કરી રહ્યા છે. જેમાં સાત દિવસીય ભાગવત સપ્તાહના ત્રીજા દિવસ સુધી 35 હજાર જેટલા લોકો આ પર્વમાં જોડાયા હતા.ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો ભારતીયોને મળ્યો છે અને આ સંસ્કૃતિ થકી અનેક સંસ્કારો પણ ભારતીયોને મળ્યા છે. જોકે જેમ જેમ સમય બદલાયો તેમ તેમ જાણે સંસ્કારો બદલાયા હોય સંસ્કૃતિ ભુલાતી ગઈ હોય તેવું હાલના સમયે જોવા મળતું હોય છે. મહત્વની વાત તો એ છે કે માતા-પિતા ઋણ એક અવતારમાં નથી ચૂકવી શકાતું ત્યારે આજના યુવાનો માટે પ્રેરણા રૂપ માતા પિતા નું ઋણ ચૂકવવા અને તેમનું સન્માન કરવા માટે પાલનપુર નાં રતનપુર ગામે પરથીભાઇ ભટોળ નાં બે પુત્રો વસંતભાઇ અને જયેશભાઈ એ નક્કી કર્યું પરંતુ આ સંદેશો અને પ્રેરણા અન્ય યુવાનો ને મળે અને દરેક ઘર માં માતા પિતા નું સન્માન થાય માતા પિતા ની સેવા ને સાચો ધર્મ તરીકે યુવાનો તેમજ આજની દીકરીઓ સમજે તેને લઇ આ બે પુત્રો દ્વારા તેમના માતા પિતા નાં જીવન પર્વ ની ઉજવણી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દ્વારા યોજવામાં આવી છે.જેમાં હજારો યુવાનો વડીલો બહેનો મોટી સંખ્યા માં હાજર રહી આ કાર્ય ને બિરદાવી પ્રેરણા લઈ રહ્યા છે.


આ પ્રસંગે દૂર દૂર થી આવેલા લોકો નું કહેવું છે માતા પિતા ની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે.અને પરથીભાઇ ભટોળ નાં પુત્રો એ પોતાના માતા પિતા નું ઋણ ચૂકવવા માટે નું જે કાર્ય કર્યું છે.તે આજના સમયે લોકો ની જાગૃતિ માટે ખૂબ જરૂરી છે.અને આ કામ થી અનેક લોકો ને પ્રેરણા મલી રહી છે જે સર્વ સમાજના લોકો માટે ખૂબ જરૂરી છે. જાગૃતિ માટે ખૂબ જરૂરી છે.અને આ કામ થી અનેક લોકો ને પ્રેરણા મલી રહી છે જે સર્વ સમાજના લોકો માટે ખૂબ જરૂરી છે. આ પ્રસંગ માં કથાકાર રણછોડ ભાઈ આચાર્ય કથા શ્રવણ કરાવી રહ્યા છે .જ્યાં સાંસદ પરબત ભાઈ પટેલ પૂર્વ મંત્રી હરજીવન પટેલ પૂર્વ ધારાસભ્ય શિવા ભાઈ ભુરીયા દિનેશ ભાઈ અનાવાડીયા પણ હાજર રહી કથા શ્રવણ માં ભાગ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.