પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં ગંદુ પાણી ઉભરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર શહેરમાં મહિને દહાડે લાખો રૂપિયાના આંધણ બાદ પણ સફાઈના અભાવે ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. શહેરના ગઠામણ દરવાજા વિસ્તાર માં ગટરનું ગંદુ પાણી રોડ પર ઉભરાતા ગંદકી ફેલાવવાની સાથે ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળતા રોગચાળા ની ભીતિ સેવાઈ રહી છે.

પાલનપુર શહેરના ગઠામણ ગેટ ડો. મનોજ જૈનની હોસ્પિટલ નીચે ગટરો ઉભરાતા ગંદુ પાણી રોડ પર રેલાઈ રહ્યું છે. ગટરો અને હોસ્પિટલનું ગંદુ પાણી ભૂગર્ભમા ભરાઈ ગયું હોઇ છેલ્લા 5 દિવસથી આ પાણી પીવાના પાણી ના વાલ્વમાં જઈ રહ્યું છે. જેના કારણે પીવાના પાણી સાથે દૂષિત પાણી ભળતા મોટો રોગ ચાલો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે. ત્યારે પાલિકા દ્વારા રોગચાળો ફેલાય તે પૂર્વે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.