વિસનગરના કમાણા ગામે યુવક કૂવામાં પડતા ડૂબી જવાથી મોત નિપજ્યું

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના કમાણા ગામે રહેતો સીમમાં બકરાનો ચારો લેવા ગયો હતો. જ્યાં સીમમાં ચારો લેવા જતા અચાનક કૂવામાં પડી જતાં યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ફાયર ટીમ દ્વારા યુવકના મૃતદેહને બહાર કઢાયો હતો. આ બનાવ અંગે પોલીસે મૃતક યુવકનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તાલુકાના કમાણા ગામે રહેતો રાવળ આકાશકુમાર દશરથભાઈ તેના ઘરેથી બકરા માટે ચારો લેવા માટે સીમમાં ગયો હતો. જે આકાશ મોડી સાંજ સુધીમાં પણ ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જ્યાં ગામની સીમમાં આવેલ એક કુવા નજીક ચારો પડેલ હોવાથી કૂવામાં પડેલ હોવાનો શક જતા આકાશની લાશ કૂવામાં તરતી જોવા મળી હતી. જેથી આ અંગેની જાણ તાત્કાલિક વિસનગર ફાયર ટીમને કરતા ફાયરના ટીમ દ્વારા કૂવામાં ઉતરી તપાસ કરી ભારે જહેમત બાદ આકાશના મૃતદેહને બહાર કઢાયો હતો. જેથી આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી આકાશના મૃતદેહનું વિસનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી અક્સ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.