27 સમાજ પ્રગતિ મંડળ કડી દ્વારા તેજસ્વી તારાલાઓનું સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મહેસાણા
મહેસાણા

કડવા પાટીદાર સત્તાવીસ સમાજ પ્રગતિ મંડળ કડી દ્વારા 30મું સ્નેહ મિલન, તેજસ્વી તારલા સન્માન અને મોતી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 1થી 12 અને સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ સફળતા પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સહયોગ કરનાર દાતાઓ તથા સમારંભના અધ્યક્ષ, મહેમાનઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પધારી સૌને આશીર્વાદ આપનાર સાયલા ગાદીના ગુરુ પૂજ્ય દુર્ગાદાસજી મહારાજનું પણ ભક્તિભાવપૂર્વક પૂજન અને સન્માન કરવામાં આવ્યું હતું.કડી તાલુકાના નાનીકડી ખાતે આવેલ 27 સમાજ ભવનમાં શ્રી 27 સમાજ પ્રગતિ મંડળને 30 વર્ષની સુખદ સફરના ભાગરૂપે યોજાયેલ આ મોતી મહોત્સવમાં સમાજ સેવક, લોક કલાકાર, માનવ કથાકાર અને શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળા તથા શ્રી ડી.એસ.પટેલ શિશુમંદિર, નાની કડીના આચાર્ય ખોડાભાઈ બળદેવભાઈ પટેલ ‘ધર્મેશ’ વિડજનું સમાજ સેવાની સાથે શિક્ષણ, પર્યાવરણ, જીવદયા, સાંસ્કૃતિક, ગીત – સંગીત, સાહિત્ય, લોકકલા, માનવ કથા વગેરે ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ સાયલા ગાદીના ગુરુ મહામંડલેશ્વર પૂજ્ય દુર્ગાદાસજી મહારાજના વરદ હસ્તે ‘સમાજ રત્ન’ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.


નાની કડી ખાતે યોજાયેલ મોતી મહોત્સવમાં સમાજના 200થી પણ વધારે વિદ્યાર્થીઓને પૂજ્ય દુર્ગાદાસજી મહારાજ તેમજ સમાજના આગેવાનોના વરદ હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને અનુલક્ષી પૂજ્ય દુર્ગાદાસ મહારાજે શુભઆશિષ પાઠવ્યા હતા. સાથે સાથે સમાજના અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવેલું હતું.નાની કડી ખાતે આવેલ 27 સમાજ ભવનમાં 27 સમાજ પ્રગતિ મંડળ કરીને 30 વર્ષ પૂર્ણ થતા મોતી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે કડી 27 સમાજના વિડજ ગામના વતની ખોડાભાઈ પટેલને સમાજ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે ખોડાભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી કડવા પાટીદાર 27 સમાજ પ્રગતિ મંડળ કડી દ્વારા 30 વર્ષની સુખદ સફળ પૂર્ણ થઈ તેના ભાગરૂપે સ્નેહમિલન, તેજસ્વી તારલા સન્માન સમારોહ અને મોતી મહોત્સવ કાર્યક્રમ શ્રી 27 સમાજ નાની કડી યોજાયો હતો. વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તેવા વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યા, વિવિધ શહેરોમાં જે પ્રગતિ મંડળ ચાલે છે તેના પ્રમુખ સહિદ જે પણ ઉપસ્થિત રહ્યા હતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ સ્નેહમિલન કાર્યક્રમમાં 5,000થી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર મોતી મહોત્સવના ભાગરૂપે મને સમાજ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવેલો હતો. સાયલા ગાદીના મહંત દુર્ગાદાસજી મહારાજના રસ્તે મારું સન્માન કરવામાં આવતા હું સમાજનો આભારી છું.આ પ્રસંગે ઉપસ્થિત સમાજ અને વિવિધ પ્રગતિ મંડળના હોદ્દેદારો, સભ્યઓ, દાતાઓ, મહેમાનઓ તથા સૌ ભાઈ-બહેનોએ ખોડાભાઈના અને સર્વ તેજસ્વી તારલાઓના સન્માનને બિરદાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી કડવા પાટીદાર સત્તાવીસ સમાજ પ્રગતિ મંડળ કડીના પ્રમુમ સુરેશ પટેલ મંત્રી રસિક પટેલ, જયકૃષ્ણ પટેલ ઉપપ્રમુખ મયંક પટેલ સહમંત્રી જીતેન્દ્ર પટેલ, મુકુંદ પટેલ કોષાધ્યક્ષ રસિકલાલ પટેલ આંતરિક ઓડીટર મહેશ પટેલ તથા કારોબારીઓ ઝોન પ્રતિનિધિઓ અને સભ્યઓએ પણ શુભેચ્છા સહ ધન્યવાદ પાઠવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.