પાટણના કુડેરનો યુવાન 16 વર્ષ માભોમની રક્ષા કરી સેવા નિવૃત્ત થતાં ગામમાં દેશભક્તિ ગીત-સંગીત સાથે સ્વાગત કરાયું

પાટણ
પાટણ

પાટણજિલ્લા ના કુડેર ગામ ના યુવાન આર્મીમાં 16વર્ષ સુધી માભોમ ની રક્ષા કરી સેવા નિવૃત્ત થતા આજે આ યુવાન કહોડા ગામે આવતા ગ્રામજનોએ ફૂલ,તિલક, દેશભક્તિ ગીત સંગીતના તાલે સ્વાગત કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


માભોમ્ની રક્ષા માં હવે ગુજરાતીઓની પણ એક આગવી ઓળખ ઊભી થઈ છે અને ખુબજ મોટી સંખ્યમાં યુવાનો સ્થળ સેના જલ સેના, અને વાયુ સેનાના પોતાનું કૌવત બતાવે છે ત્યારે પાટણ જિલ્લામાંથી યુવાનો સૈન્યમાં સેવાઓ આપે છે અને સૈન્ય માં અમુક સમય સુધી દેશમાં વિવિધ રાજ્યો તેમજ બોર્ડર ઉપર ફરજ બજાવી મભોમ ની રક્ષા સાથે સેવા કરે છે ત્યારબાદ સેવા નિવૃત્ત થતા ,જેઓ સ્થળ સેવા આર્મી માં 16 વર્ષ ની સૈન્ય ની કામગીરી ફરજ બજાવી હતી અને સેવા નિવૃત્ત થતા આજે તેઓ માદરે વતન આવી પહોંચતા ગામ માં દેશભક્તિ નું વાતાવરણ સર્જાયું હતું અને ગામના સૌ કોઈ અબાલ, વૃદ્ધ, યુવાન યુવતીઓ માતાઓ, બાળકો હાથ માં ભારતીય તિરંગો લહેરાવી ને ગામમાં શોભા યાત્રા સાથે સ્વાગત કર્યું હતું પાટણ જિલ્લા મૂળ કુડેર ના રાજપૂત પરિવાર ના યુવા વિક્રમસિંહ દલપતશિહ રાજપૂત હાલ રહે કહોડ વાળા નો સન્માન સમારોહ યોજાયો હતો જ્યાં ઉપસ્થિત મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.