મહેસાણામાં પ્રથમ પત્નીને ટ્રિપલ તલાક આપનારા પતિને બે વર્ષની કેદની સજા

મહેસાણા
મહેસાણા

  • 2019માં બનેલા નવા કાયદા મુજબની પહેલી ફરિયાદનો પ્રથમ ચુકાદો 2018માં બીજી યુવતી સાથે લગ્ન કરતાં પ્રથમ પત્ની માતાપિતાના ઘરે રહેતી હતી
  • 17 વર્ષના લગ્નજીવન બાદ મહેસાણામાં રહેતી મહિલાને ત્રાસ આપી ત્રણ વખત તલાક શબ્દ બોલી બીજા લગ્ન કરીને ટ્રિપલ તલાક આપનારા પતિને મહેસાણા કોર્ટે 2019ના નવા કાયદા મુજબ બે વર્ષની સજા અને રૂ.5000 દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, 2019ના વર્ષ દરમિયાન જિલ્લામાં ટ્રિપલ તલાકનો મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં સૌપ્રથમ ગુનો નોંધાયો હતો.

    મહેસાણાના નાગલપુર વિસ્તારમાં આવેલી સોપાન સોસાયટીમાં રહેતા ફકીર જાકીરશા હુસેનશાએ 2003ના વર્ષમાં લગ્ન કર્યા હોવા છતાં 29 જાન્યુઆરી 2018ના દિવસે બીજા લગ્ન કરતા, તેમની પ્રથમ પત્ની માતા-પિતાના ઘરે રહેવા જતા રહ્યા હતા. તે સમયે તેણીના માતા-પિતાના ઘરે આવેલા ફકીર જાકીરશાએ તેમની પ્રથમ પત્નીને માર મારતાં તેણીનો ભાઈ વચ્ચે પડ્યો હતો. તે સમયે જાકીરશાએ ધમકી આપીને ત્રણ વખત તલાક બોલીને તલાક આપ્યા હતા. આ અંગે તેમની પ્રથમ પત્નીએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ટ્રિપલ તલાક મુસ્લિમ વુમન એક્ટની 2019ની કલમ અંતર્ગત ફકીર જાકીરશા સામે ફરિયાદ નોંધાવી હતી.

    જે કેસ મંગળવારના રોજ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ધવલભાઇ ત્રિવેદીની દલીલોને આધારે જજ એસ.એલ. મહેતાએ પ્રથમ પત્નીને ટ્રિપલ તલાક આપનારા આરોપી ફકીર જાકીરશાને બે વર્ષની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં સૌપ્રથમ નોંધાયેલી ટ્રિપલ તલાકની ફરિયાદનો કોર્ટે પહેલો ચુકાદો આપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.