ધોરણ.10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દત થઇ પૂર્ણ, 6 હજાર જેટલા ફોર્મમાં પ્રિન્સિપાલ એપ્રૂવલ ન આવતાં મુદ્દતમાં વધારો

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં ધો. 10ની બોર્ડની પરીક્ષામાં ફોર્મ ભરવાની મુદ્દત 2 જાન્યુઆરીએ પૂર્ણ થઈ છે. છતાં પણ 6 હજાર જેટલાં ફોર્મમાં પ્રિન્સિપાલ એપ્રૂવલ આવી નથી. તેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રિન્સિપાલ એપ્રુવલ માટે 5 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. 2 જાન્યુઆરીએ ધોરણ.10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થઈ છે. છતાં હજું પણ 6 હજાર જેટલાં ફોર્મમાં પ્રિન્સિપાલ એપ્રૂવલ આવી નથી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની 2 નવેમ્બર-2023થી શરૂ કરવામાં આવી હતી અને 11 ડિસેમ્બરે તેની મુદ્દત પૂર્ણ થઈ હતી. ત્યારબાદ 12 ડિસેમ્બરથી કુલ ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે 2 જાન્યુઆરી-2024 સુધી મૂદત આપવામાં આવી હતી, જે 2 જાન્યુઆરીએ પૂર્ણ થઈ છે. બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભર્યા બાદ તેમાં પ્રિન્સિપાલ એપ્રૂવલ આપવાની હોય છે. પરંતુ હજું પણ 6 હજાર જેટલાં ફોર્મમાં પ્રિન્સિપાલ એપ્રુવલ આવી નથી. તેથી બોર્ડ દ્વારા પ્રિન્સિપાલ એપ્રુવલ માટે 5 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.