પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની સાથે લોકોના આરોગ્ય જળવાઈ તે માટે પાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરાઈ

પાટણ
પાટણ

પાટણ શહેર ને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે નગરજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સોમવારે પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા એસઆઇ પાલની આગેવાની હેઠળ શહેરના બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન વિસ્તાર ના માગૅ પર પોલીસ તંત્ર ની ટીમ સાથે પાલિકાના સફાઈ કામદારો એ આકસ્મિક તપાસ હાથ ધરી વિસ્તાર ના વેપારીઓ સહિત લારી,ગલ્લા વાળાઓને વિસ્તાર ને સ્વચ્છ રાખવા પોતાના વ્યવસાય સ્થળે ફરજિયાત ડસ્ટબીન રાખવા માટે કડક સુચના આપવામાં આવી હતી.


પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ આ ઝુંબેશ દરમિયાન દુકાન અને લારી ગલ્લા આગળ કચરો એકત્રિત કરનાર વેપારીઓ ને નોટિસ આપી સ્થળ પર દંડકીય કાર્યવાહી હાથ ધરી અંદાજીત રૂ.16500 નો દંડ વસુલ કરવામાં આવ્યો હોવાનું પાલિકાના એસઆઈ એ. કે. પાલ દ્રારા જણાવાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.