વિસનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પરિવાર સંગમ 2023 કાર્યકમ યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિસનગર નગર આયોજિત પરિવાર સંગમ 2023 કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યકમમાં હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા માટે પરિવાર સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ રમતો, પ્રદર્શનો, શાખા દાવ, નાટક, સેલ્ફી પોઇન્ટ, ભગવાન રામની રંગોળી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સબરી કુટીર અને રામ લક્ષમણને બોર ખવડાવતા સબરીનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિસનગરના પરિવારો જોડાયા હતા.


શ્રેષ્ઠ વ્યક્તિના નિર્માણમાં પરિવારની ભૂમિકા મુખ્ય છે અને પરિવારથી શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થાય છે. હિન્દુ સંસ્કૃતિ સનાતન અને શાશ્વત છે. આપણી સંસ્કૃતિના પાયાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિસનગર નગર દ્વારા પરિવાર સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્યારના સમયમાં લોકો આપણી સંસ્કૃતિને ભૂલીને આગળ વધ્યા છે. ત્યારે ફરીથી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે પરિવાર સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી મેદાનમાં પરિવારો માટે વિવિધ રમતોનુ આયોજન કરવામાં આવ્યું હતું. પરિવાર સંવાદનું પણ આયોજન કરાયું હતું. કાર્યકમમાં વિવિધ પ્રદર્શનો મૂકવામાં આવ્યા હતા. જેમાં ભગવાન રામ લક્ષ્મણને બોર ખવડાવતા સબરીએ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જે પ્રદર્શનને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું. ત્યારબાદ સામાજિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તુલસી પૂજન પણ કરાયું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિસનગર શાખાના સેવકોએ દાવ રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં વક્તાઓએ શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ પરિવાર વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું.આ કાર્યકમમાં અતિથિ વિશેષ તરીકે દશરથ પરમાર, વક્તા તરીકે ડૉ. ભરત પટેલ સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિસનગર શાખાના સેવકો, મોટી સંખ્યામાં પરિવારજનો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.