Rakhewal | 24-09-2020 Headlines

https://youtu.be/Vrbo8vr0FYI
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

 

અમીરગઢ તાલુકામાં પ્રાથમિક શિક્ષણાધિકારીની આકસ્મિક તપાસ : કસૂરવાર ૧૪ શિક્ષકોને નોટીસથી શિક્ષણ આલમમાં ખળભળાટ.

પાલનપુરના માનસરોવર ફાટક પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત પતિ અને બાળકનો બચાવ, અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયા.

ધાનેરાની બાપલા ગ્રામ પંચાયતના તલાટીને લાફો ઝીંકી દીધો : પંચાયતના સભ્ય વિરુદ્ધ પાંથાવાડા પોલીસ મથકે ગુનો દાખલ.

ડીસામાં મંદ ગતિએ ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરીથી લોકો ત્રાહિમામ : તાજેતરમાં જ બનેલ રોડનું આડેધડ ખોદકામ, પાઇપલાઇન તૂટી જતા પાણીની રેલમછેલ.

પાંથાવાડા પોલીસે દારૂ ભરેલી કાર સાથે એક ઇસમની અટકાયત કરી : કાર સહિત કુલ ૧.૯૨ લાખનો મુદ્દામાલ ઝબ્બે.

ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, ૨૨ થી ૩૦ નવેમ્બરની વચ્ચે મહાનગરપાલિકાની ચૂંટણી, ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૫૫ નગરપાલિકાની ચૂંટણી પણ નવેમ્બરના અંતમાં થશે.

રાજ્યમાં આત્મ ર્નિભર પેકેજ હેઠળ પ્રોપર્ટી ટેક્સ, વાહન ટેક્સ, વીજ બીલમાં ૨૩૦૦ કરોડની રાહત : ઉધોગ અને વ્યવસાય માટે ૩૦૩૮ કરોડની પ્રોત્સાહન સબસીડી.

કૃષિ બિલના વિરોધમાં પંજાબમાં ખેડૂતોએ શરૂ કર્યું ‘રેલ રોકો’ આંદોલન, ૧૪ ટ્રેન કેન્સલ, આવતીકાલે રાજ્ય બંધ.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં મેઘમહેર, ભરૂચના અંકલેશ્વરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ.

સુરત ONGCના ટર્મિનલમાં વિસ્ફોટ સાથેની આગ કાબૂમાં, કરોડોના નુકસાનનો અંદાજ, 1નું મોત, આસપાસનું તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું.

સ્કૂલ ફી મુદ્દે શિક્ષણમંત્રીએ માત્ર લેખિત જવાબ આપી ચર્ચા ન કરતાં કોંગ્રેસનું નારેબાજી કરી વૉકઆઉટ, ફી માફ નહીં કરાય તો આંદોલન : ધાનાણી.

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ આંગડીનું કોરોનાને લીધે અવસાન, એઈમ્સમાં તેમની સારવાર ચાલતી હતી ; વડાપ્રધાન મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના મુદ્દે બેઠક યોજી.

ભારતમાં સંક્રમણના કેસ વધવાથી સાઉદી અરેબિયાએ ભારતથી આવતી કે જતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો.

કાળું નાણું અને આતંકી પ્રવૃત્તિઓના ફંડિંગને લઈને મોરેશિયસ પર લાગ્યો પ્રતિબંધ, ભારતમાં FDI મોકલવાના મામલામાં મોરિશિયસ બીજા ક્રમે.

વિશ્વમાં કોરોનાના 3.20 કરોડ કેસ : ટ્રમ્પે કહ્યું- અમેરિકાના લોકો વેક્સિનના ફાઇનલ ટ્રાયલ માટે રજીસ્ટ્રેશન કરાવે.

તુર્કીએ UNમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, પાકિસ્તાન ગદગદ થયું, ભારતનો સ્પષ્ટ જવાબ – આંતરીક બાબતમાં દખલ ન કરો, પહેલા તમારી નીતિઓ અંગે વિચાર કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.