વિસનગરની મહેસાણા ચોકડી ખાતે ડીવાયએસપીની હાજરીમાં વાહનોનું ચેકીંગ કરાયું

મહેસાણા
મહેસાણા

નવા વર્ષની ઉજવણી લોકો ધામધૂમથી કરતા હોય છે. જ્યારે નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 31stની રાત્રે નવા વર્ષની ઉજવણી કરાય છે. ત્યારે પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટીઓમાં ગેરકાયદેસર આલ્કોહોલનું પણ સેવન કરવામાં આવે છે. જેને લઇ આલ્કોહોલ પી ને ડ્રાઇવ કરતા વાહન ચાલકોનું ચેકીંગ સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે વિસનગરમાં પણ ડીવાયએસપીની ઉપસ્થિતિમાં વાહનોનું મહેસાણા ચોકડી ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દારૂનું સેવન કરી આવનાર વાહન ચાલક પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીવાયએસપીએ જણાવ્યું હતું.યુવાધન નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરે છે. જેમાં પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવે છે. જેમાં યુવાનો દારૂનું પણ સેવન કરી વાહન ચલાવતા હોય છે. ત્યારે પોલીસ પણ એલર્ટમાં આવી છે અને જિલ્લામાં વિવિધ પોઇન્ટ પર વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં વિસનગર ડિવિઝનમાં આવતા વિસનગર, વિજાપુર, વસઈ, ઊંઝા, ઉનાવા નાકા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં નવા વર્ષની ઉજવણીમાં કોઈ દારૂનું સેવન ન કરે તે માટે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વિસનગર મહેસાણા ચોકડી ખાતે પણ ડીવાયએસપી દિનેશસિંહ અને પી.આઇ ઓ.પી.સિસોદિયાની હાજરીમાં વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ બ્રીથ એનલાઈજર મશીન દ્વારા ચાલકો તપાસ હાથ ધરી હતી. જેમાં દારૂ પી ને વાહનચાલક મળી આવશે તો તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ અંગે ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ તમામ ગામડાઓમાં અને નાકા પોઇન્ટ પર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એ ચેકીંગમાં દારૂ પી ને જે વાહન ચાલકો નીકળતા હોય છે. એમના વિરૂદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરતા હોઈએ છીએ. આજના દિવસે મહેસાણા જિલ્લા અને ખાસ કરીને ડિવિઝનના બધા જ પોઇન્ટ પર તપાસ કરી નવા વર્ષે કોઈ આલ્કોહોલનું સેવન ન કરે એની અમે તકેદારી રાખતા હોઈએ છીએ. જેમાં ઘણી જગ્યાએ લોકોએ દારૂ પી મોટા અકસ્માત કરેલા છે. જેમાં નિર્દોષ માણસોના મોત પણ નીપજેલા છે.એવી ઘટનાઓ ન ઘટે અને લોકોમાં એક ભય રહે અને કાયદાથી ડરે એની આ એક પ્રકિયા છે. ચેકિંગમાં ખાસ કરીને જે લોકો દારૂનું સેવન કરતા હોય છે તે લોકો 12 વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી થતી હોય છે એના પછી રોડ પર નીકળતા હોય છે. રોડ પર ફટાકડા ફોડતા હોય છે અને એ રીતે આનંદ ઉલ્લાસ કરવાની એમની રીત હોય છે. જેથી અમે રેન્ડમલી ચેકીંગ હાથ ધર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.