પાંથાવાડામાં દારૂ ભરેલી કાર સહિત કુલ 1.92 લાખનો મુદ્દામાલ ઝબ્બે

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે પાંથાવાડા પોલીસે દારૂ ભરેલી કાર સાથે એક ઇસમની અટકાયત કરી છે. પોલીસે બાતમી આધારે પાંથાવાડા ટાઉનમાં વોચ ગોઠવી બાતમી આધારે સેન્ટ્રો કારને રોકાવી તલાશી લીધી હતી. આ દરમ્યાન કારમાંથી 39,700નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. કાર્યવાહી દરમ્યાન પોલીસે એક ઇસમની અટકાયત કરી કુલ 1.92 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાની પાંથાવાડા પોલીસે બાતમી આધારે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પાંથાવાડા પોલીસ સબ.ઇન્સ. એમ.એમ.કુરેશી સહિતનો સ્ટાફ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે સેન્ટ્રો ગાડીનો પીછો કરી રોકાવતાં તેમાં ચાલક મનોહરલાલ અચળારામ વિશ્નોઇ રહે. કોટડા તા.રાણીવાડા જી.જાલોર (રાજ.)વાળો બેઠેલ મળી આવ્યો હતો. જે બાદ ગાડીમાં પંચો રૂબરૂ તલાશી લેતાં પાછળની સીટમાં બનાવેલ ખાનામાં તથા તેમજ સીટ નીચે બનાવેલ ખાનામાંથી ગે.કા.વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-85 કુલ કિ.રૂ. 39,700 તથા સેન્‍ટ્રો ગાડી કિ.રૂ.1,50,000 તથા મોબાઇલ નંગ-1 કિમત રૂપિયા 2500 મળી કુલ કિ.રૂ. 1,92,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

પોલીસે ગાડીના ચાલકને ઝડપી પાડી અને પુછપરછ કરતાં દારૂનો મુદ્દામાલ સુરેશ શ્રીરામ વિશ્નોઇ રહે. કરડા તા.રાણીવાડા જી.જાલોર (રાજ.)વાળાએ ભરી આપેલ હોવાનું સામે આવ્યુ હતુ. આ સાથે પકડાયેલ ગાડી શીવરાજ પી બોલી ડી/૩ હીગલેન્‍ડ સીએચએસ લીમીટેડની પાસે આશીક્ષ સીનેમા આર.સી માર્ગ ચેમ્‍બર મુંબઇવાળાના નામે હોઇ જેથી સદરી ઇસમો વિરૂધ્‍ધ પ્રોહી.એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પાંથાવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.