![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/corona-nnn.png)
ગુજરાતમાં કોરોનાના નવા 24 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 79ને પાર
ગુજરાતમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે કોરોનાનાં 24 નવાં કેસ નોંધાયા છે. 24 કલાકમાં 24 કેસ નોંધાતાં ચિંતામાં વધારો થયો છે. દસ દિવસ પહેલાં રાજ્યમાં 23 એક્ટિવ કેસ હતાં.
રાજ્યમાં રવિવારે 24 કલાકમાં કોરોનાનાં 2r કેસ નોંધાયા છે. જેમાં મોટાં ભાગનાં કેસ અમદાવાદમાં નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 79 થવા પામી છે. 11 દર્દીઓ સાજા થતા કોરોનાથી મુક્ત થયાં હતાં. 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થયું નથી.
ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસ ગુજરાતમાં છે. અમદાવાદમાં કોરોનાનાં 60 એક્ટિવ કેસ છે. જેમાંથી એક કોરોના દર્દી હોસ્પીટલમાં દાખલ છે અને અન્ય 59 હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. રવિવારે અમદાવાદમાં કોરોનાનાં 21 કેસ નોંધાતા અમદાવાદીઓની ચિંતામાં વધારો થયો છે. તંત્રમાં દોડધામ મચી ગઈ છે.