વડનગર ખાતે યોજાયેલા કેમ્પમાં 7 જેટલા 2D ઈકો મશીન સાથે નિષ્ણાંતોની ટીમ જોડાઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના વડનગર જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ મેગા મેડિકલ કેમ્પમાં હૃદય રોગ,ટીબી,દમ અને ફેફસા,દાંતના રોગ સહિત વિવિધ રોગો લગતી સેવા દર્દીને આપવામાં આવી હતી જેમાં કુલ મળી 5210 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.વડનગર મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે આજે મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં ગુજરાત સિવિલ હોસ્પિટલ અમદાવાદ,સ્માઈલ કાર્યક્રમ ટીમ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા જન્મ જાત ખામી ધરાવતા મહેસાણા જિલ્લાના તમામ બાળકો નું નિદાન તેમજ ઓપરેશન સુધીની સારવાર યુ.એન.મહેતા કાર્ડિયોલોજી વિભાગ સહિત ના ડોકટરોની ટિમો આ કેમ્પમાં જોડાઈ હતી.


જિલ્લા આરોગ્ય અધિકારી ડો મહેશ કાપડિયા એ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે આજે યોજવામાં આવેલા મેગા મેડિકલ કેમ્પમાં યુ.એન.મહેતા કાર્ડિયોલોજી વિભાગના બે,2ડી ઇકો મશીન,શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદના 4 ટુડી મશીન,અને એક વડનગર હોસ્પિટલ ના 2ડી મશીન મળી કુલ 7 2ડી મશીન મહેસાણા જિલ્લાના ઇતિહાસમા પ્રથમ વાર મેગા મેડિકલ કેમ્પમાં લવાયા હતા.આ મશીન દ્વારા હૃદય માટે ની સોનોગ્રાફી અથવા હૃદય માટેનું ટોટલી નિદાન કરવામાં માટે મહેસાણા જિલ્લામાં સૌ પ્રથમવાર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,જિલ્લા વહીવટી તંત્ર તરફથી સમગ્ર પ્લાન કરવામાં આવેલો તેમજ સમગ્ર આરોગ્ય ટીમે સહકાર આપ્યો હતો.આ 2ડી મશીન ખાસ કરી અમદાવાદના જિલ્લા આરોગ્ય અધિકારી એ પરમિશન આપી હતી ત્યારબાદ અમારી પરમિશન આપવામાં આવી જેના થકી એક દિવસ પૂરતી પરમિશન આપવામાં આવી.2ડી ઇકો મશીનના તજજ્ઞો ના નામ સાથે મશીનના નમ્બર સાથે એક દિવસ પૂરતું અહીંયા લાવવા મંજૂરી આપવામાં આવી હતી.જેના થકી વડનગરમાં મોટી સંખ્યામાં દર્દીઓના હૃદયના 2ડી ઇકો કરવામાં આવ્યા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.