કડીના નંદાસણમાં 20 દિવસ અગાઉ થયેલા ઝગડાની અદાવત રાખીને ઘરની બહાર પાર્ક કરેલું એક્ટીવા સળગાવી દીધું

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના નંદાસણ ગામે આવેલા ઇન્દિરા નગરમાં રહેતા પરિવારને ઇન્દિરા નગરમાં જ રહેતા યુવક સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જે બાદ ફરિયાદીએ નંદાસણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જેની અદાવત રાખીને ફરિયાદીના ઘર પાસે આવીને ત્રણ ઈસમોએ ધાક ધમકીઓ આપી હતી અને કહ્યું હતું કે, તારે જે ઝઘડો થયો હતો તે પતાવો છે કે નહીં નહિતર તારું ઘર સળગાવી દઈશું. જેવી ધમકીઓ આપી ફરાર થઈ ગયા હતા અને મોડી રાત્રે આરોપીઓ ફરિયાદીના ઘરની બહાર પડેલી એક્ટીવા સળગાવી દીધું હતું. જે બાદ ફરિયાદીએ કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે ગુનો દાખલ કરાવ્યો હતો.કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગરમાં રહેતા સુરેશભાઈ મગનભાઈ મકવાણા જેઓ અત્યારે હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. સુરેશભાઈના ભાઈ અંબાલાલ સાથે ઇન્દિરા નગરમાં રહેતો ઉમંગ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જ્યાં અંબાલાલભાઈને ઈજા પહોંચી હતી. ઘટનાને લઇ નંદાસણ પોલીસે ઉમંગ સામે ગુનો દાખલ કર્યો હતો.રાત્રિ દરમિયાન સુરેશભાઈ પરિવાર સાથે પોતાના ઘરે હાજર હતા. ત્યારે નંદાસનના ઇન્દિરા નગરમાં રહેતા પ્રવીણભાઈ, જીગીશાબેન, ઉમંગ પ્રવીણભાઈ સહિતના સુરેશભાઈના ઘરના થોડું દૂર ઉભા હતા અને કહેવા લાગ્યા હતા કે, તારે થયેલ ઝઘડો પતાવી દેવો છે કે નહીં ઝઘડો નહીં બતાવે તો અમે તને જીવતો સળગાવીને મારી નાખીશું. જેવી ધાક ધમકીઓ આપી, જતા જતા ધમકીઓ આપતા હતા કે હું જોઉં છું તું સવાર કેવો જોવે છે કહીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.


કડીના નંદાસણ ઇન્દિરા નગરમાં રહેતા સુરેશભાઈ પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. ત્યારે તેમની દીકરી વહેલી સવારે પાણી પીવા જાગતા તેમની દીકરીએ ઘરની બહાર કંઈક સળગતું જોઈ તેના માતા-પિતાને જગાડતા સુરેશભાઈ પરિવાર સાથે બહાર આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓને માલુમ પડ્યું હતું કે, તેમની માલિકીનું એક્ટીવા સળગતું હતું. જે બાદ તેઓએ ફાયર ફાઈટરને જાણ કરાતા ઘટનાસ્થળે ફાયર ફાઈટર આવી પહોંચ્યું હતું અને આગને કાબૂમાં લીધી હતી. સુરેશભાઈએ જે દરમિયાન નંદાસણ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી આપેલી હતી.તે વાત ઇન્દિરા નગરમાં રહેતા ભીખાભાઈ આત્મારામભાઈને થતા તેઓએ સુરેશભાઈને કહ્યું હતું કે, તે અગાઉ એક ફરિયાદ કરી છે તો તે અમારું શું બગાડી લીધું અને બીજી પણ ફરિયાદ કરી દેજે તું અમારું કશું નહીં બગાડી શકે અને તમારું activa અમે લોકોએ સળગાવ્યું છે. જેવી ધમકીઓ આપી ત્યાંથી ભીખાભાઈ ફરાર થઈ ગયા હતા. જ્યાં સુરેશભાઈના ભાઈ અંબાલાલ ઉપર હુમલો કરનાર ઉમંગના પરિવારજનોએ એક્ટીવા સળગાવી ધાક ધમકીઓ આપતા નંદાસણ પોલીસે રવિવારે તેમના નિવેદનના આધારે 3 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.