મહેસાણા નગરપાલિકાએ CCTVકેમેરા સિસ્ટમનો સર્વે કરી ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી

મહેસાણા
મહેસાણા

મહેસાણા નગરપાલિકા દ્વારા 3 વર્ષમાં મેન્ટેનન્સ કોન્ટ્રાકટ સાથે કુલ 11 સ્થળો પર 50 જેટલા CCTV કેમેરા અગાઉ જ કોન્ટ્રાકટ પૂર્ણ થતાં પાલિકાની 11 જેટલી CCTV કેમેરાની સિક્યુરિટી સિસ્ટમ રામ ભરોષે મુકાઈ હતી. જોકે, પાલિકાના બગીચામાં એક હત્યાની ગંભીર ઘટના બાદ આખરે પાલિકાના કેમેરાની સિસ્ટમ ખોટવાઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી પાલિકા દ્વારા CCTV કેમેરા સિસ્ટમનો સર્વે કરી ટેન્ડર કરવા પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

મહેસાણા નગરપાલિકા દ્વારા CCTV કેમેરા સિસ્ટમમાટે સર્વે કરતા કુલ 11 સ્થળો પર લગાવવામાં આવેલા 50 CCTV કેમેરાની તપાસ કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના ગેરેજ, અરવિંદ બાગ, પરા તળાવ, ફાયર સ્ટેશન અને દમ્પીગ યાર્ડ સહિતની 5 જગ્યાના CCTV કેમેરા ખામી યુકટ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે પાલિકા કચેરી, સિવિક સેન્ટર, બિલાડી બાગ, પરશુરામ ગાર્ડન, નાગલપુર વોટર વર્ક્સ, સધી માતા વોટર વર્કસ અને મહાશક્તિ વોટર વર્કસ સહિત 6 સ્થળે CCTV કેમેરામાં નાની મોટી ખામી સામે આવી હતી. જેથી કુલ 11 સ્થળો પર 50 કેમેરાનો સર્વે કરી તેના મેન્ટેનન્સનું એસ્ટીમેન્ટ કાઢી વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રાકટ માટે ટેન્ડર કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યાં પાલિકા તંત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે તમામ 11 સ્થળોના CCTV માટે એક અઠવાડિયામાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.