વિસનગરના બહુચરનગર વ્હોના છાપરા વિસ્તારમાં પોલીસની જુગારના અડ્ડા પર રેડ

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેર પોલીસને બાતમી મળી હતી કે, બહુચરનગર વ્હોના છાપરામાં વિસ્તારમાં સરકારી ખરાબામાં મોબાઈલની લાઈટના અજવાળામાં જુગાર રમાય છે તે આધારે પોલીસે જુગારના અડ્ડા પર રેડ કરી હતી. તે સમયે જુગાર રમતા 16 ઈસમોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ઘટનાસ્થળેથી 16 ઈસમો સહિત રોકડ, મોબાઈલ તેમજ મોટરસાયકલ સહિત રૂપિયા 1,31,100નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ઠાકોર રઘાજી સબાજી માણસો બોલાવી બહુચરનગર વ્હોના છાપરામાં પોતાના ઘરની નજીક આવેલા સરકારી ખરાબામાં મોબાઈલ લાઈટના અજવાળે જુગાર રમાડે છે. તે આધારે પોલીસે ઘટનાસ્થળે જઈ રેડ કરતા જુગાર રમતા 16 ઈસમોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રૂપિયા 62,600 તેમજ મોબાઈલ નંગ 3 કિંમત રૂ. 14,000 તેમજ બે મોટરસાયકલ કિંમત રૂ. 55,000 મળી કુલ રૂપિયા 1,31,100નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.