વિસનગરની સાંકળચંદ યુનિવર્સીટીમાં બ્રહ્મકુમારી કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓને મૂલ્યોની સમજ અપાઇ

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વિસનગરના બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા give happiness a chance પર એક આધ્યાત્મિક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે આધ્યાત્મિકતાના વિષયો પર બ્રહ્મકુમારીની બહેનોએ વાર્તાલાપ કરી જીવનમાં આધ્યાત્મિકતાનું શું મહત્વ છે તેની સમજ આપી હતી. સાથે સાથે તેના મૂલ્યોની પણ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન, પ્રોવોસ્ટ સહિત 100થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


સાંકળચંદ પટેલ યુનિવર્સીટીમાં વિસનગરના બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા give happiness a chance પર એક આધ્યાત્મિક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બી.કે.ઉષા દીદી અને બી.કે.સરલા દીદી હાજર રહ્યા હતા. જેમને વિદ્યાર્થીઓને જીવનમાં આનંદનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું. સાથે સાથે જીવનને શાંતિથી જીવવા માટે આધ્યાત્મિકતાને સાથે લઈ પ્રગતિ કેવી રીતે આધ્યાત્મિકનું મહત્વ, જીવનમાં મોબાઈલનો હકારાત્મક ઉપયોગ કેવી રીતે કરવો અને પોતાના અનુભવોથી આધ્યાત્મિક જ્ઞાનને કેવી રીતે જીવનમાં ઉતારી શકાય તેના વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ યુનિવર્સિટી ખાતે મેડિટેશન કેન્દ્ર શરૂ કરવાની ભલામણ કરી હતી. જેમાં આ કાર્યકમમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ સહિત સ્ટાફ ગણ અને 100થી વધારે વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.