આઇસરના ફાડકાનો નકુચો તૂટી જતાં 6 લોકો નીચે પટકાયા : ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

મહેસાણા
મહેસાણા

વિસનગર કડા દરવાજા વચલા ઠાકોરવાસમાં રહેતા ઠાકોર સમાજના લોકો સતલાસણા તાલુકાના રિંછડા ગામે આઇસર લઈ લોકાચાર માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન પાલડી ચોકડી પર આવેલી માટેલ હોટલ નજીક રોડ પર પહોંચતા અચાનક આઇસરનો ફાડકો બંધ કરવાનો નકુચો તૂટી જતા 6 જણા નીચે પટકાયા હતા. જેઓને નીચે પડી જવાથી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બેની હાલત ગંભીર જણાતા મહેસાણા લાયન્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આમ પોલીસે ઘાયલ યુવકના નિવેદનના આધારે આઇસરચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


વિસનગર શહેરના કડા દરવાજા વચલા ઠાકોરવાસમાં રહેતા ઠાકોર નરેશજી મંગાજી મહોલ્લામાં રહેતા 50 લોકો સાથે ઠાકોર બળદેવજી ગોગાજી ના જમાઈ ઠાકોર રમેશજી ના મરણ પ્રસંગમાં સતલાસણા તાલુકાના રીંછડા ગામે આઇસર નંબર જીજે.24.વી.3423 માં બેસી લોકાચાર જઈ રહ્યા હતા.જ્યાં શહેરના પાલડી ચોકડી નજીક માટેલ હોટલ પાસે પહોંચતા આઈસર ગાડીના ચાલકે પુરઝડપે ગાડી દોડાવતા ગાડીના પાછળના ભાગે આવેલા ફાડકાનો નકુચો તૂટી જતા ફાડકા પર બેસેલા ઠાકોર નરેશજી ગાંડાજી, ઠાકોર રણજીતજી સોમાજી, કનુજી અનારજી, શૈલેશજી ધુળાજી, ગોવિંદજી હિરાજી તેમજ ઠાકોર વિશાલજી નવુજી તમામ નીચે પટકાયા હતા.જેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી ઠાકોર રણજીતજી સોમાજી અને ઠાકોર વિશાલજી નથુજીને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે મહેસાણા લાયન્સ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે નરેશજી એ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે આઇસર ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.