કડીના ધરમપુર ગામે 18 લોકોને કરડનાર વાનરોને વન વિભાગે પાંજરે પુરી જંગલ વિસ્તારમાં છોડ્યા

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના ભાલઠી ધરમપુર ગામે છેલ્લા ઘણા સમયથી વાનરોનો આતંક જોવા મળ્યો હતો. વાનરોના ભયના કારણે ગ્રામજનો ભયભીત બન્યા હતા. જ્યારે સ્કૂલમાં જતા બાળકોને પણ ધોકા-દંડા લઈને જવાનો વારો આવ્યો હતો અને પ્રાથમિક શાળામાં શિક્ષણ ઉપર માટી અસર જોવા મળી હતી. જે બાબતે ગામના સરપંચ તેમજ પ્રાથમિક શાળા દ્વારા વન વિભાગ અને કડી તાલુકા પંચાયતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં એકાએક આજરોજ વન વિભાગ તેમજ વાઇલ્ડ લાઇફના અધિકારીઓ ગામમાં પહોંચીને વાંદરાનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.


કડી તાલુકાના ભાલઠી ધરમપુર ગામે છેલ્લા ઘણા મહિનાઓથી વાંદરોનો આતંક જોવા મળ્યો હતો. જ્યાં ગ્રામજનો તેમજ શાળાએ જતા બાળકો અને ખેતકામ કરતાં મજૂરો સહિત 18 લોકોને વાંદરાએ ઇજાઓ પહોંચાડી હતી. જેને લઇ ગામની અંદર ભયનો માહોલ સર્જાયો હતો. વાંદરાના ત્રાસથી ગામના લોકો મંદિરે તેમજ ખેતરે જતા અને શાળાએ જતા બાળકોમાં ભય પ્રસરી ગયો હતો. વાંદરાના આતંકથી ખેતીકામમાં તેમજ શિક્ષણ કાર્યમાં અસર જોવા મળી હતી. અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય અને ગામના સરપંચ દ્વારા કડી તાલુકા પંચાયત કચેરી અને વન વિભાગમાં લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે વાંદરાનું રેસ્ક્યૂ કરી અન્ય જગ્યાએ મૂકવામાં આવે તેવી રજૂઆતને લઈ અચાનક જ ગુરુવારે વન વિભાગ અને વાઈડ લાઈફના અધિકારીઓ ગામની અંદર પહોંચ્યા હતા. ગામની અંદર અલગ અલગ જગ્યા ઉપર ગ્રામજનોના મદદથી 8 વાંદરાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.ધરમપુર ગામે છેલ્લા ઘણા માસથી વાંદરાનો આતંક જોવા મળ્યો હતો. જેને લઇ ગુરુવારે અધિકારીઓ ભલઠી, ધરમપુર ગામે પહોંચ્યા હતા. ગ્રામજનોના મદદથી અલગ અલગ જગ્યા ઉપરથી વાનરોનું રેસ્ક્યૂ કર્યું હતું. વાઇલ્ડ લાઇફના નરેન્દ્ર ઠાકોર જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજરોજ અમે ગામની અંદર આવ્યા હતા અને ગ્રામજનોના સહયોગથી પાંજરા મૂકીને 8 વાદરાઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. બધા જ વાનરોને કડી જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર છોડી મૂકવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.