ઊંઝા તાલુકા પંચાયત ખાતે આજરોજ તાલુકા પંચાયત સદસ્યોની સામાન્ય સભાની બેઠક યોજાઈ

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકા પંચાયત ખાતે આજરોજ તાલુકા પંચાયત સદસ્યોની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. ઊંઝા તાલુકા પંચાયત દ્વારા વર્ષ 2024/25માં પંદરમાં નાણાંપંચના કામ સૂચવવા બાબતે તેમજ અગાઉ ફાળવવામાં આવેલ પંદરમાં નાણાંપંચના કામ જે અધૂરા પડ્યા હતા એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તાત્કાલિક પડતર કામો પુરા કરવા રજૂઆત કરાઈ હતી.

તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઊંઝા તાલુકા વિકાસ અધિકારી, ઊંઝા તાલુકા પંચાયતના કર્મચારી, તેમજ ઊંઝા તાલુકા સદસ્યો અને તાલુકા પંચાયત પ્રમુખ હાજર રહ્યા હતા. ઊંઝા તાલુકા સદસ્યો દ્વારા પણ અમુક કામ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.