મહેસાણામાં કોરોનાની વચ્ચે સ્વાઈન ફ્લૂએ દેખા દીધી : 49 વર્ષીય આધેડનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમાં રહેતા 49 વર્ષીય પુરુષને ચારેક દિવસ અગાઉ શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ હતી.જેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં હોસ્પિટલમા H1N1 ટેસ્ટીગ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે સેમ્પલ પોઝીટીવ આવ્યા હતા.જોકે દર્દી નું અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

શિયાળાની ઋતુમાં દેશમાં તેમજ રાજ્યમાં કોવિડ તેમજ સીઝનલ ફલૂ રોગના કેસ સામે આવી રહ્યા છે.ત્યારે કોવિડ અને સીઝનલ ફલૂ રોગચાળાને કાબુ લેવા તંત્ર સક્રિય બન્યું છે.ત્યારે મહેસાણા શહેરમા રહેતા 49 વર્ષીય પુરુષને 26 ડિસેમ્બરના રોજ શ્વાસ લેવામાં તકલીફ થવા પામી હતી.જોકે પરિવાર જનોએ દર્દીને તાત્કાલિક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોસ્પિટલ દ્વારા દર્દીનું H1N1 ટેસ્ટ કરી સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલ્યા હતા.દર્દીની તબિયત વધુ લથડતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં 26 ડિસેમ્બરની મોડી રાત્રે દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે દર્દીના H1N1 સેમ્પલ પરીક્ષણ માટે લેબ માં મોકલવામાં આવ્યા હતા તે સેમ્પલના પરિણામ 27 ડિસેમ્બરના રોજ આવતા દર્દી H1N1 ઇન્ફ્લુએન્ઝા પોજીટિવ હોવાનું સામે આવ્યું હતું. હાલમાં મહેસાણા અર્બન હેલ્થ ઓફિસરની ટીમ દ્વારા સંઘન સર્વેલન્સ કામગીરી કરી વધુ તપાસ આદરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.