વિસનગરની લોર્ડ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવ યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરમાં આવેલ લોર્ડ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યકમમાં સિનિયર કે.જી, પ્લે ગ્રુપના બાળકોથી લઈ મોટા બાળકોએ સ્ટેજ પર પોતાના કૌશલ્યો રજૂ કરતાં દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ કાર્યકમમાં મુખ્ય મહેમાન તરીકે એપીએમસીના ચેરમેન પ્રિતેશ પટેલ હાજર રહ્યા હતા. જેમના દ્વારા લોર્ડ્સ ઈન્ટરનેશનલની 12થી 14 વર્ષની કિશોરીઓને ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી રસી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કાર્યકમમાં શાળાના ચેરમેન, આચાર્ય તેમજ સ્ટાફ સહિત વાલીઓ પણ હાજર રહ્યા હતા.


વિસનગરની લોર્ડ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે રંગારંગ સમા મનોરંજન કાર્યકમ એવા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સ્ટેજ પ્રોગ્રામ કર્યા હતા. જેમાં સિનિયર કે.જીથી લઇ મોટા વિદ્યાર્થીઓએ પોતાના વિવિધ પ્રદર્શનો રજૂ કર્યા હતા. જેમાં રંગબેરંગી થીમ ડ્રેસ અપમાં ધમાકેદાર એન્ટ્રી, ડિસ્કો ડાન્સ, કાલિયા નાગ દમન, સમાજના સળગતા પ્રશ્ન સમાન મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધી રહેલા ઉપયોગ સામે લાલબત્તી ધરતો કાર્યકમ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચંપકલાલ અને જેઠાલાલના હાસ્ય સભર સવાંદો, યોગનો કાર્યકમ, કરાટે કાર્યકમ સહિત વિવિધ કાર્યકમોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં એપીએમસી દ્વારા 12થી 14 વર્ષની કિશોરીને ગર્ભાશયના મુખના કેન્સર સામે ચાર વાયરસથી રક્ષણ આપતી રસી મફતમાં આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.આ કાર્યકમમાં મુખ્ય મહેમાન તરીકે એપીએમસીના ચેરમેન પ્રિતેશ પટેલ, અતિથિ વિશેષ તરીકે પાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ અને એપીએમસીના વાઇસ ચેરમેન હરેશ ચૌધરી, શાળાના ચેરમેન મિતેશ શાહ, આચાર્ય નીપાબેન શાહ, શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.