ઊંઝામાં એક જ રાતમાં ત્રણ ગામમાં તસ્કરો ત્રાટક્યા : પોલીસે ગુનો નોંધી ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યાં

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકામાં એક જ રાતમાં ત્રણ ગામમાં તસ્કરો ત્રાટક્યા ઊંઝા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઊંઝા તાલુકાના કરણપુર, રણછોડપુરા અને દાસજ ગામમાં મધરાત્રિ તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં રણછોડપુરા ગામમાં આવેલા દૂધ ઉત્પાદન સહકારી ડેરીમાં તસ્કરો દરવાજા તોડી અંદર ઘૂસ્યા હતા. ડેરીની અંદર તિજોરી તોડી રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. જેમાં ઊંઝા પોલીસે આઈ.પી.સી. કલમ 457, 380નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં ડેરીના પ્રમુખ દ્વારા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં હતી અને ડેરીમાંથી રૂપિયા 1,90,400 રોકડ સહિત મુદ્દામાલ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી.


વધુમાં દાસજ મેડિકલ તેમજ પાર્લરને નિશાન બનાવ્યું હતું. જેમાં શટર તોડી અંદાજિત રૂપિયા રોકડ રકમની ચોરી કરી હતી. ઊંઝા વિસ્તારમાં અવારનવાર ચોરીની ઘટનાઓને તસ્કરો અંજામ ભાગી છૂટે છે. કરણપુરમાં પણ તસ્કારોએ તરખાટ મચાવ્યો હતો અને દૂધ ઉત્પાદન સહકારી ડેરીના દરવાજા તોડી રોકડ રકમ સહિત મુદ્દામાલની ચોરી કરી હતી. જેમાં કરણપુર દૂધસાગર ડેરીના પ્રમુખ દ્વારા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. જેમાં ઊંઝા પોલીસે આઈ.પી.સી. કલમ 457, 380 મુજબનો કોઈ અજાણ્યા ચોર ઈ,મ વિરુદ્ધ રૂપિયા 83,950 રોકડ સહિત મુદ્દામાલ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.