દેશભરમાં કોરોનાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત કોરોનાનાં એક્ટિવ કેસમાં પાંચમા ક્રમે છે. જયારે ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદના કોરોનાનાં કુલ 34 એક્ટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનાં વધું 6 કેસ નોંધાતાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 56 થઈ છે.
અમદાવાદના કોરોનાનાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 34 છે. મંગળવારે અમદાવાદમાં કોરોનાનાં 8 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.