મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા દીકરી વધામણા કીટનું વિતરણ

મહેસાણા
મહેસાણા

બેટી બચાઓ બેટી પઢાઓ યોજના, મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા વહિવટીતંત્ર, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ઈ.ચા.મહિલા અને બાળ અધિકારી નીતાબેન જે. ગામી અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી મેઘાબેન ગોસ્વામીનાઓના માર્ગદર્શન હેઠળ સંસ્થાકીય પ્રસુતિ દર અને દીકરીના જન્મદરમાં વધારો તેમજ દીકરીઓમાં શિક્ષણનુ સ્તર ઉંચુ લાવવા સતત પ્રયત્નશીલ રહી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે.

ચાલુ વર્ષે જિલ્લાના વિવિધ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં દીકરી જન્મને ઉત્સવ તરીકે મનાવવા પ્રોત્સાહન પુરુ પાડવા વિકસીત ભારત સંકલ્પ યાત્રા માં કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહી 250 થી વધારે દીકરી વધામણા કીટોનુ વિતરણ કરવામાં આવ્યું.કિશોરીઓમાં આરોગ્ય, પોષણ અને સ્વચ્છતા અંગે, ગુડ ટચ બેડ ટચ, જાતિય શોષણ, બાળ લગ્ન વગેરેની માહિતી પુરી પાડી 200 થી વધારે કિશોરી હાઈજીન કીટોનુ વિતરણ કરવામાં આવ્યું.ડ્રોપ આઉટ પ્રમાણ ઘટાડવા દીકરીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાના હેતુથી સરકારની વિવિધ યોજના અંગે માહિતગાર કરી 200થી વધુ શિક્ષણકીટોનુ વિતરણ કરવામાં આવ્યું. રાજ્યસરકાર દ્વારા એફ.એમ. રેડિયોના માધ્યમથી વિવિધ પ્રશ્નોતરીનુ આયોજન કરી વિજેતાઓને 20 રાશનકીટ પ્રોત્સાહન સ્વરુપે વિતરણ કરાયું. સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર ધરાવતી 60 જેટલી કીટોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.