ઉનાવા નજીક રોયલ્ટી પાસ પર ડબલ ફેરા મારતા ત્રણ ડમ્પરોને મહેસાણા ખાણ ખનીજ વિભાગે ઝડપ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લા ખાણ ખનીજ કચેરીના અધિકારીએ તાજેતરમાં સરકારી ગાડીઓની રેકી કરી વોટ્સએપ ગ્રૂપમાં મેસેજથી વિગતો આપ લે કરતા હોવાના કૌભાંડના પર્દાફાશ કર્યા બાદ ગુનો નોંધાયો છે.ત્યારે ભૂસ્તર અધિકારીઓની ટીમે ગત મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં ઊંઝા તાલુકાના ઉનાવા હાઇવે પરથી એક જ રોયલ્ટી પાસ પર સાદી રેતી ભરીને બે વખત ફેરો મારતા ત્રણ ડમ્પર અને ચાલકો ને ઝડપી લીધા હતા.


મહેસાણા ભૂસ્તર ટીમને મળેલ બાતમી આધારે ગત મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં સ્પેશિલ ડ્રાઇવ યોજી મહેસાણા ઊંઝા ઉનાવા હાઇવે પરથી પાટણ તરફ થી અમદાવાદ તરફ જતી સાદી રેતી ભરેલા અને એક વાર પાસ પરમીટ નો ઉપયોગ થઈ ગયા બાદ બીજો એજ. પાસ પર ફેરો મારી રહેલા ડમ્પરો ને ઝડપી લીધા હતા. જેમાં કુલ 1.35 કરોડનો મુદ્દામાલ ઝડપી નજીકમાં સુરક્ષિત જગ્યા પર સિઝ કરી ને કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.