ઊંઝા પંથકમાં શિયાળામાં શાકભાજીની આવકો વધું રહેતા ભાવો ગગડયા

મહેસાણા
મહેસાણા

ઉત્તર ગુજરાતમાં દિન પ્રતિદિન હવામાન ઠંડુગાર રહેતા ઠંડીની મોસમ જામી છે. જ્યારે રાત્રીના સમયે હાર્દ થીજવતીથી ઠંડી જોવા મળી રહી છે. ઠંડીના આગમન સાથે ગૃહિણીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. શિયાળાને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. સારું ચોમાસુ અને સિંચાઈની સગવડોને લઈને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા જિલ્લામાં શિયાળુ શાકભાજીની મબલક આવકો બજારમાં ઠલવાઈ રહી છે.


શાકભાજીમાં કોબીજ અને ફ્લાવરનું વાવેતર મબલખ પ્રમાણમાં થવા પામ્યું છે. પાટણ પંથકમાં ગાજરનું વધુ ઉત્પાદન થાય છે. શાકભાજીના યાર્ડમાં પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતો ટ્રેક્ટરો મારફતે ડોર ટુ ડોર લોકોને વેચી રહ્યા છે. આમ સ્વાસ્થ્ય માટે સારા લીલા શાકભાજીના ભાવો ખૂબ જ સસ્તા થઈ જતાં ગૃહિણીઓને રાહત થઈ છે. એક માસ અગાઉની તુલનાએ આજે શાકભાજીના ભાવમાં ૨૫ ટકા ઘટાડો નોંધાયો છે. શાકભાજીની સાથે સાથે ફળફળાદીના ભાવોમાં નરમાઈ જોવા મળી રહી છે. જામફળ, દાડમ, સફરજન જેવા ફળો બજારમાં ઢગલાબંધ ઠલવાતા ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.