ઊંઝાના ઉનાવા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં પકડાયેલા દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો

મહેસાણા
મહેસાણા

ઊંઝાના ઉનાવા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં પકડાયેલા દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ઉનાવા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અલગ અલગ કેસ કરીને છેલ્લા બે વર્ષનાં રૂપિયા 31,59,713ની કિંમતની દારૂની 7895 બોટલો પકડી પાડવામાં આવી હતી. આ દારૂના જથ્થા ઉપર પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ ઉનાવા પી.એસ.આઈની ઉપસ્થિતિમાં ઊંઝા વણાગલા રોડ ઉપરના ડમ્પીંગ સ્ટેશન ઉપર બુલડોઝર ફેરવી નષ્ટ કરાયો હતો.


ઊંઝાના ઉનાવા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો હતો. જેમાં અલગ અલગ બ્રાન્ડની બોટલો સહિત બિયરના મુદ્દામાલ સાથે બુલડોઝર ફેરવી વળાયું હતું. છેલ્લા બે વર્ષમાં અલગ અલગ ઉનાવા પોલીસે ઝડપી પાડેલા મુદ્દામાલની ગણતરી કરી વણાગલા ડમ્પીંગ સાઈડ પર મુદ્દામાલ ઉતરવામાં આવ્યો હતો. ત્યાં સરકારી અધિકારીઓની સમક્ષ નાશ કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.