કડીમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં 8 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવા અધિકારીઓને આદેશ અપાયા

મહેસાણા
મહેસાણા

કડીના કરણનગર રોડ ઉપર આવેલા પ્રાંત કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારની 8 ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવા માટે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા. દર મહિનાના છેલ્લા અઠવાડિયામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અનુસંધાને પ્રાંત કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવેલું. દર મહિનાની એકથી 10 તારીખ સુધી અરજદાર પોતાની અરજી મામલતદાર કચેરી ખાતે કરે છે. તેમજ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સ્વાગત કાર્યક્રમ અલગ અલગ અધિકારીઓના અધ્યક્ષસ્થાને યોજવામાં આવે છે. જ્યાં સ્વાગત કાર્યક્રમમાં સ્થળ ઉપર જ ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવે છે. બુધવારે પ્રાંત કચેરી ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારોના 8 ફરિયાદીઓએ પોતાની ફરિયાદ રજૂ કરી હતી. જેમાંથી મોટા ભાગની ફરિયાદીઓ પેન્ડિંગ રાખવામાં આવી હતી. તેમજ પ્રાંત અધિકારીએ લાગતા વળગતા અધિકારીઓને હકારાત્મક નિકાલ નવા આદેશ આપ્યો હતો.કાર્યક્રમમાં પ્રાંત અધિકારી તેમજ મામલતદાર અધિકારી 45 મિનિટ મોડા પડતા ફરિયાદીઓને તેમજ અન્ય અધિકારીઓને બેસી રહેવાનો વારો આવ્યો હતો. રીસર્વેના અધિકારી અને DLR અધિકારીઓ ગેરહાજર રહેતા બંને પ્રશ્નોને પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. તેમજ રીસર્વેના અધિકારીએ તેમની જગ્યાએ અન્ય અધિકારીને મોકલતા પ્રાંત અધિકારીએ આજના દિવસમાં જે તે પ્રશ્નનો નિકાલ કરવા માટે આદેશ આપ્યો હતો. કડી તાલુકાના નરસીપુરા ગામના રતિલાલ પટેલ દ્વારા અરજી કરવામાં આવેલી કે સર્વે નંબર 56માં આર્ય કોટેક્સ નામની જીનીંગ ફેક્ટરી આવેલી છે જે ગૌચરમાં છે અને આ ફેક્ટરી દ્વારા પ્રદૂષણ કરાતા આજુબાજુમાં નરસિંહપુરા સીમના ખેતરોમાં તેમજ તેમના ખેતરમાં વાવેલા પાકોને ભારે નુકસાન થાય છે. જે બાબતે પ્રાંત અધિકારીએ પ્રદૂષણ અધિકારી પાસે જવાબ માંગતા અધિકારીએ જણાવ્યું હતું કે જેની ફેક્ટરીને નોટિસ 6 મહિના પહેલા આપી દેવામાં આવેલી છે. જેથી પ્રાંત અધિકારીએ પ્રદુષણ અધિકારીને કહ્યું હતું કે, ફરિયાદીને સાથે લઈને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું.


નાની કડીના રાજુભાઈ આચાર્ય દ્વારા કડીના કલ્યાણપુરા રોડ ઉપર દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. કડીથી કલ્યાણપુરા રોડ ફોર લાઈન થઈ રહ્યો છે જ્યાં જકાતનાકાથી નાની કડી ગામ સુધી આઝાદી પહેલાના રોડની બંને સાઈડ 25થી પણ વધુ લીલાછમ લીમડાના વૃક્ષ આવેલા છે. જો લીમડાનું છેદન કરવું હોય તો આજુબાજુમાં રહેલા દબાણ પણ દૂર કરવામાં આવે તો પ્રાંત અધિકારી દ્વારા R&Dના અધિકારી પાસે જવાબ માંગીને થયું હતું કે, રોડના વચ્ચેથી બાજુમાં 24 મીટરના અંતરે જે પણ દબાણ આવતા હોય તે દૂર કરવામાં આવે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.