માગસર સુદ પૂર્ણિમાએ બહુચરાજી : શંખલપુર અને ઊંઝાના માઇ મંદિરોમાં દર્શનાર્થીઓ ઊમટ્યા

મહેસાણા
મહેસાણા

ઊંઝા કડવા પાટીદારની કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે માગશર સુદ પુનમને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી ઉમટ્યા હતા. જેને લઇને મંદિરમાં લાંબી કતારો જોવા મળી હતી. પૂનમના દિવસે 5500 વ્યક્તિએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. અંદાજીત 6 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરે દિવસ દરમિયાન 10 જેવા સંઘો આવી પહોંચ્યા હતા. પૂનમે યાત્રિકો માટે સવારે ચા પાણીની વ્યવસ્થા વિના મૂલ્યે ઉમિયા માતા સંસ્થાન દ્વારા કરવામાં આવી હતી.

તીર્થધામ બહુચરાજી અને શંખલપુરમાં મંગળવારે માગસર સુદ પૂનમે વહેલી સવારથી મા બહુચરના દર્શન કરવા હાથમાં ધજા અને મુખમાં માના નામ સાથે ઊમટી પડેલા માઇભક્તોથી મંદિરનો ચાચરચોક શોભી ઊઠ્યો હતો. નાચતા ગાતા અને માતાજીના નામના જયઘોષ કરતાં ભક્તોથી અલૌકિક વાતાવરણ ઊભું થયું હતું. સવારથી માના દર્શન માટે શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. રાત્રે માતાજીની પાલખીમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. તો મા બહુચરના અાદ્યસ્થાનક શંખલપુર ગામે સવારે માઈમંદિરે ધ્વજારોહણ, માતાજીને ફળફળાદી સહિતને અન્નકૂટ મનોરથ કરાયો હતો. દિવસભર બોલ માડી બહુચર જય જય બહુચરના જયઘોષથી મંદિર પરિસર ગૂંજતું રહ્યું હતું. અનેક શ્રદ્ધાળુઓએ શંખલપુર ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ લઈ ધન્યતાની લાગણી અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.