રાજકોટમાં રોગચાળો વકર્યો, શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસોમાં મોટો ઉછાળો
રાજકોટમાં રોગચાળો વકર્યો છે. છેલ્લાં એક અઠવાડિયામાં રોગચાળો વધ્યો છે. રોગચાળો વધતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
રાજ્યમાં કોરોનાની સાથે સાથે અન્ય રોગચાળો ફેલાયો છે.
રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં શરદી-ઉધરસનાં 1541 કેસ નોંધાયા છે. તાવના 113 કેસ અને ઝાડા ઉલ્ટીના 260 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના 3 અને ડેન્ગ્યૂનો 1 કેસ નોંધાયો છે. મચ્છરનો ઉપદ્રવ વધવાથી રોગચાળો ફેલાયો છે. વધતાં રોગચાળાના કારણે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. શહેરમાં 48 હજારથી વધુ ઘરોમાં પોરાનાશકની કામગીરી શરૂ કરવામાં આવી છે. 735 ઘરોમાં ફોગિંગની પ્રક્રિયા કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંદિર, બગીચા, સરકારી શાળાઓ અને સોસાયટીઓમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.